રાજકોટના મેટોડામાંથી 3.54 કિલો ગાંજા સાથે બિહારી ઝડપાયો

એકાદ માસથી વેપલો કરતો હતો: અજાણ્યો બિહારી શખ્સ આપી ગયાની કબુલાત

રાજકોટ,તા.22
રાજકોટ જિલ્લામાં માદક દૃવ્યોની હેરાફેરી અને વ્યસન કરતા શખ્સો વિરુધ્ધ આકરી કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસ વડાની સૂચના અન્વયે રૂરલ એસઓજીએ બાતમીના આધારે મેટોડા જીઆઈડીસીમાંથી 3.54 કિલો ગાંજાના જથ્થા સાથે બિહારી શખ્સને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછમાં છેલ્લા એક માસથી ગાંજાનો વેપલો કરતો હોવાનું અને કોઈ બિહારી શખ્સ ડિલીવરી આપી ગયાની કબુલાત આપતા સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી રૂરલ એસઓજી પીઆઈ વી.વી.ઓડેદરા, એએસ આઈ પરવેઝભાઈ સમા, હેડ કોન્સ. જયવિરસિંહ રાણા, રણજીતભાઈ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, અમીત કનેરીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મેટોડા જીઆઈડીસી ગેટ નં.3 પાસે મચ્છોનગરમાં રહેતો બિહારી શખ્સે પોતાના રહેણાંક મકાને ગાંજાનો જથ્થો રાખી વેપલો કરતો હોવાની ચોકકસ બાતમી મળતાં એસઓજીની ટીમે દરોડો પાડી મૂળ બિહારના અને હાલ મેટોડા જીઆઈડીસીમાં રહી કારખાનામાં મજૂરી કામ કરતાં અકબાલ ખલીલમીયાને ઝડપી લઈ તેની પાસેથી 3 કિલો 540 ગ્રામ ગાંજાનો જથ્થો (કિં.રૂા.35400) મળી આવતા પોલીસે ગાંજા અને મોબાઈલ મળી કુલ રૂા.40, 400નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ લોધિકા પોલીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી તેની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતાં તે છેલ્લા એક માસથી ગાંજો વેચતો હોવાનું અને અજાણ્યો બિહારી શખ્સ તેને ડિલીવરી આપી જતો હોવાની કબુલાત આપતા પોલીસે સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ