રાજકોટના 7 સહિત રાજયના 169 પીએસઆઈની બદલી

શહેર-જિલ્લામાં 12 ફોજદાર મૂકાયા
રાજકોટ,તા.22
વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોલીસ વિભાગમાં બદલીના ધાણવા કાઢવામાં આવી રહ્યા છે. રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીનો દોર યથાવત રહ્યો છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની તકેદારીના ભાગરૂપે પોલીસ વિભાગના વડા એક્શન મોડમાં છે. ત્યારે આજે રાજ્ય પોલીસ વડા દ્વારા 169 પીએસઆઇની બદલી કરવામાં આવી છે.જેમાં રાજકોટ શહેર જિલ્લાના 7 પીએસઆઇ બદલાયા છે જ્યારે બદલી પામેલા 12 ફૌજદારને મૂકવામાં આવ્યા છે
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા 169 બિન હથિયાર ધારી ઙજઈંની બદલી કરવામાં આવી છે.જેમાં રાજકોટ શહેરના આર. એન.હાથલિયને વલસાડ,એમ. જે.રાઠોડને સુરત, બી. બી.કોડિયતરને જામનગર જ્યારે વી.સી.પરમાર,વી.એમ. ડોડિયા અને આર.એસ. સાંકળિયાને રાજકોટ ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે.જ્યારે ગ્રામ્યના આર. કે.ચાવડાને પોરબંદર મુકાયા છે.
જ્યારે ભરૂચના વી.આર. ઠુંમર, અમદાવાદના જે એમ ઝાલા, કે એમ ચાવડા, કે એસ ગરચર, એમ એચ ઝાલા, પોરબંદરના એચ સી ગોહિલ, વડોદરાના ડી એચ રાખોલીયા, ભાવનગરના આઈ ડી જાડેજા, આર વી ભીમાણી અને એમ એચ યાદવને રાજકોટ ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે અને અમરેલીના ડી સી સાકરીયા અને જામનગરના એન વી હરિયાણીને રાજકોટ સિટીમાં મૂકવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ