રાજકોટમાં સગીરાને ડ્રેસનું માપ લેવાના બહાને ઘરે બોલાવી અડપલા કરતો શખ્સ

રાજકોટ,તા.22
શહેરમાં આવેલી આવાસ ટાઉનશીપમાં રહેતા અને દરજી કામ કરતાં શખ્સે ધો.7ની છાત્રાને ડ્રેસનું માપ લેવાના બહાને ઘરે બોલાવી છાતીમાં હાથ નાંખી નિર્લજ્જ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનાર સગીરાએ રડતા-રડતા માતા પાસે દોડી જઈ આપવીતી વર્ણવતા માતા પણ ચોંકી ઉઠી હતી અને મામલો પોલીસમાં પહોંચતા પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી. આરોપી એક સંતાનનો પિતા હોય અને અગાઉ પણ એક સગીરાની છેડતી કરી હોય પરંતુ, તેમાં ફરિયાદ ન કરતાં તેની હિંમત વધી ગઈ હોય તેમ વધુ એક સગીરાને નિશાન બનાવી હતી. જાણવા મળતી વિગત મુજબ, રેલનગરમાં આવેલી આવાસ ટાઉનશીપમાં રહેતા અને ઘરે જ દરજી કામ કરતા શૈલેષ ભલગામડીયા વિરુધ્ધ સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેની 13 વર્ષીય પુત્રી જે ધો.7માં અભ્યાસ કરે છે. તેણીનો ડ્રેસ આરોપી શૈલેષ પાસે શીવડાવવા નાંખ્યો હોય જેથી ગઈકાલે આરોપીએ સગીરાને ડ્રેસનું માપ લેવા માટે ઘરે બોલાવતાં સગીરા તેની નાની બહેન સાથે આરોપીના ઘરે માપ દેવા ગઈ હતી ત્યારબાદ થોડીવાર બાદ ફરિયાદી પણ પુત્રી પાસે શૈલેષના ઘરે જતા હતા ત્યારે પુત્રી સામેથી રડતા-રડતા અને ખૂબ જ ગભરાયેલી હાલતમાં મળતાં માતાએ આશ્ર્વાસન આપી પૂછતાં સગીરાએ આપવીતી વર્ણવી હતી કે, નહું ડ્રેસનું માપ દેવા ગઈ ત્યારે શૈલેષભાઈએ ડ્રેસનું માપ લેતા-લેતા મારી છાતી ઉપર હાથ નાંખવા લાગતા તેણે કહેલું કે શું કરો છો તો શૈલેષભાઈએ કહેલું કે તું શાંતિથી ઉભી રહેથ કહી ફરીથી છાતીમાં હાથ નાંખી અડપલા કરતાં તેણીને બીક લાગતા ભાગીને આવયતી રહેતી પુત્રીએ વર્ણવેલી આપવીતીથી માતા પણ હતપ્રત થઈ ગયા હતા. જેથી સગીરાના માતા આરોપી શૈલેષના ઘરે જઈ નતમે કેમ મારી દીકરીને વારંવાર માપ લેવા બોલાવો છોથ તેમ કહેતા તે ઘરમાં ચાલી ગયો હતો જેથી તેઓ પ્ર.નગર પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાના માતાની ફરિયાદ પરથી આરોપી શૈલેષ ભલગામડીયા વિરુધ્ધ છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી શૈલેષ પરિણીત છે અને એક સંતાનનો પિતા છ.ે અગાઉ પણ તેણે આ જ રીતે અન્ય એક સગીરાને પણ છેડતી કરી હતી પરંતુ, ભોગ બનનાર પરિવારે બદનામીના ડરથી ફરિયાદ નહીં નોંધાવતા આરોપીની હિંમત વધી ગઈ હતી અને ફરીથી સગીરાની છેડતી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ