રાજકોટની પરિણીતાને જામનગર રહેતા પતિ અને સાસુનો ત્રાસ

રાજકોટ,તા.22
રાજકોટમાં છેલ્લા પાંચ મહિનાથી માવતરે રહેતી પરિણીતાએ જામનગર રહેતા પતિ અને સાસુ વિરુધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પતિ સાથે ફરવા ગઈ ત્યારે પતિએ દારૂના નશામાં બાર ડાન્સરને રૂા.1.70 લાખની ટીપ આપતા પત્નીએ હોટલે આવી પતિને સમજાવતાં તેણે મુંબઈ હોટલમાંથી કાઢી મૂકી હતી. આ ઉપરાંત અવાર- નવાર ત્રાસ આપતા ફરિયાદ નોંધાવી છે. જાણવા મળતી વિગત મુજબ, લક્ષ્મીવાડી શેરી નં-9/17 માં માવતરને ત્યાં રહેતી તૃપ્તીબેન નામની 24 વર્ષની બીસીએ સુધીનો અભ્યાસ કરનાર પરિણિતાએ પતિ માર્શલ અને સાસુ શિતલબેન રાજેશભાઈ મોદી (રહે. બંને દિગ્વીજય પ્લોટ-63, જામનગર) વિરૂધ્ધ મહિલા પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગઈ તા.17- 2 2022 ના રોજ તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ સંયુકત પરીવારમાં જામનગર રહેવા ગઈ હતી. લગ્નના ચારેક દિવસ સુધી સાસરીયાઓએ સારી રીતે રાખી હતી. ત્યારબાદ પતિ દારૂ પી ઝઘડા કરવા લાગ્યો હતો. આ બાબતે સાસુ, સસરાને વાત કરતા પતિને સમજાવવાને બદલે સાસુએ કહ્યું કે માર્શલને પહેલેથી જ પીવાની આદત છે, તારે તે કહે તે મુજબ જ ઘરમાં રહેવું પડશે. પતિ દ22ોજ રાત્રે નશામાં મોડો આવી ઝઘડા કરતો હતો. આ બાબતે સાસુને વાત કરતા તેણે મારો દિકરો રોજ દારૂ પીવે જ છે, તારે તે સવારે ઉઠે ત્યારે તેના બેડ ઉપર જ બ્રશ આપવું પડશે. આ ઉપરાંત લીંબુ પાણી પણ આપવું પડશે. જેથી તેનો નશો ઉતરી જાઈ! તેમ જણાવ્યું હતું. તે પતિ સાથે મુંબઈ ફરવા ગઈ હતી. જયાં પતિએ દારૂના નશામાં બાર ડાન્સરને રૂા.1.70 લાખની ટીપ આપી હતી. જેથી હોટલે પહોંચીને તેણે પતિને સમજાવતા કહ્યું કે નશામાં આટલા બધા રૂૂપીયા ન આપવા જોઈએ. જેથી પતિ ઉશ્ર્કેરાઈ ગયો હતો અને તેની સાથે ઝઘડો કરીહોટલમાંથી કાઢી મુકતા આખી રાત એરપોર્ટ પર રહી હતી. બીજાદિવસે ફલાઈટની ટીકીટ કરાવી જામનગર આવતી રહી હતા. તે વખતે સાસુ એરપોર્ટથી તેડી ગયા હતા.આ પછી તેના માતાપિ તાએ આવી સમાધાન કરાવ્યું હતું. જેને કારણે બે દિવસ સુધી તેના પતિએ દારૂ પીધો ન હતો. ત્યારબાદ ફરીથી દરરોજ દારૂ પી ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. સાસુએ તેની સાથે કોઈ પણ બાબતે ઝઘડા કરી આ બાબતે તેની માતાને ખોટી ફરિયાદો કરવાનું શરૂ કર્યું હતું. જે કામવાળી હતી તેને સાસુએ આવવાની ના પાડી તેની પાસેથી બધુ કામ કરાવવાનું હું શરૂ કર્યું હતું. તેની કોઈ ભુલ થાય તો માવતરે કશું શિખવાડયું નથી, તું તારા ઘરેથી કાંઈ લાવી નથી, તું માંગણાવાળી છો તેમ કહી અપમાનીત કરવાનું શરૂ કરી દીધું હતું. પરીણામે ગઈ તા.13-4- 2022ના રોજ માવતરને ત્યાં આવી ગઈ હતી. હવે પતિને સાથે રહેવું ન હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ