(પ્રતિનિધિ દ્વારા) માંગરોળ તા. 22
જૂનાગઢ રેન્જના ઈન્ચાર્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક નીલેશ જાજડિયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રોહીજુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.વી. કોડિયાતર માંગરોળનાઓની હકિકત અન્વયે તથા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. આર.એસ. પટલેની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક માંગરોળ વિભાગનો સ્ટાફ તથા માંગરોળ મરીન પોલીસનો સ્ટાફ દ્વારા અલગ અળગ બ્રાન્ડની દારૂની બોટલ તતા નાના ચપલા મળી કુલ 2210 બોટલ તથા 99 બીયરના ટીન પકડી કુલ કિ.રૂ. 3.63.500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા. 3.80.000 નો પરપ્રાંતિય ભારતીય બનાવટનો જથ્થો પકડી પાડી માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન ધારા મુજબ ગુન્હો રજી કરવા આવેલ છે.
આ અંગે પોલીસે આરોપી જયેશ ઉર્ફે મનુનો હિતેષ સયઓ દેવજીભાઈ હોદાર જાતે-ખારવા ઉ.વ.38 ધંધો-માછીમારી રહે. લાડવાવાવ વિસ્તાર માંગરોળ બંદર તા. માંગરોળ હાજર નહી મળી આવેલ રાજુ રબારી રહે. માંગરોળ કેશોદ રોડ ઉફરના ગામડા વાળો તતા નારણ ખાભલા રબારી રહે શેરીયાજ ગામ વાળો સામે ગુનો નોંધી ઈંગ્લીશ દારૂની નાના મોટી બોટલ નંગ 2210 કિ.રૂા. 3.53.600 કીંગ ફીસર ટ્રોંગ બીયર નંગ 99 કિ.રૂા. 9900 બે મોબાઈળ ફોન કિ.રૂા. 15000, કુલ મુદ્દામાલ કિ.રૂા. 3.80,000 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડિયાતરની હકીકત આધારે તથા પો.ઈન્સ. આર.એસ.પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક કચેરીના એ.એસ.આઈ કે.પી. દામા તથા એ.એસ.આઈ. પ્રદિપસિંહ ચુડાસમા વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.