ધ્રાંગધ્રામાં મહીલા શૌચાલયને લગાવાયા અલીગઢી તાળા

(પ્રતિનિધિ દ્વારા) ધ્રાંગધ્રા તા. 22
ધ્રાંગધ્રા નગરપાલિકામા સ્પષ્ટ બહુમતિ સાથે ભાજપના શાસન અને એમાય મહિલા પ્રમુખ હોવાથી મહિલાઓની સંવેદના સમજી શહેરના રાજકમલ ચોક નજીક મહિલાઓ માટેની સૌ પ્રથમ શૌચાલય બનાવ્યુ હતું. શૌચાલયનું સમારકામ કરી લાખ્ખોના ખચેઁ બનાવેલા મહિલાઓ મુતરડી મુતરડી જ્યારથી નિમાઁણ કરી ત્યારથી પાલિકા દ્વારા અલીગઢી તાળા હોવાના લીધે બિન ઉપયોગી થઇ છે અને લાખ્ખોનો ખચઁ માત્ર દેખાવનો જ રહિ ગયો હોય તેમ સાબિત થયુ છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના 65 ગામોમાંથી દરરોજ ખરીદી કરવા આવતા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે લાખ્ખોનો ખચઁ કરાયો પરંતુ આજે પણ આ મહિલાઓ શરમ અનુભવે છે ત્યારે નગરપાલિકા દ્વારા લાખ્ખોના ખચેઁ સમારકામ કરી બનાવેલી મહિલાઓ માટેના શૌચાલય હાલ શોભાના ગાંઠીયા સમાન સાબિત થયું છે.

રિલેટેડ ન્યૂઝ