પતિના ઠપકાથી મોબાઇલમાં વ્યસ્ત પત્નિનો આપઘાત

(પ્રતિનિધિ દ્વારા) જામનગર તા 22
જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલા એ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. અજાણી વ્યક્તિ સાથે મોબાઇલ ફોનમાં વાત કરવા બાબતે પતિએ ઠપકો આપતાં મનમાં લાગી આવવાથી આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં સત્યમ કોલોની ઓશવાળ-4 શેરી નંબર-3 માં માં રહેતી સુનિતાબેન સંદીપભાઈ મેઢીયા ( 26 ) એ ગઈકાલે પોતાના ઘર માં લોખંડના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે પતિ સંદીપ દિલીપભાઈ મેઢીયા એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન નો પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક સુનિતાબેન ને ત્રણેક દિવસ પહેલાં અજાણી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરી રહી હતી, જેને વાત કરવાની ના પાડતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
રાજકોટની ચોરીનો આરોપી પકડાયો
રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં છ વર્ષ પહેલાં એક ચોરીનો ગુનો બન્યો હતો, અને તેમાં જામનગરના એક બાળક નું નામ ખુલ્યું હતું અને છેલ્લા છ વર્ષથી ઉપરોક્ત આરોપી નાસતો ફરતો રહ્યો હતો.
દરમિયાન જામનગર પોલીસ ને બાતમી મળી હતી, કે ઉપરોક્ત આરોપી કે જે હાલ હજુ પણ સગીર વયનો જ છે, અને પોતાના ઘરે આવીને સંતાયો છે. તેવી બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડ્યો છે, અને રાજકોટ પોલીસ ને સુપ્રત કરી દીધો છે.

રિલેટેડ ન્યૂઝ