મોરબીમાં આપના મહામંત્રી સહિત આઠ શખ્સ જુગાર રમતા પકડાયા

દુકાનમાં ખોલી હતી જુગારની કલબ: મુદ્દામાલ કબ્જે

(પ્રતિનિધિ દ્વારા) મોરબી,તા.22
મોરબી એલસીબી દ્વારા મોરબીના બાયપાસ રોડ પર આવેલ દલવાડી સર્કલ પાસે દરોડા પડવામાં આવ્યા હતા ત્યારે દલવાડી સર્કલ પાસેના રહેણાક મકાન પાસેની દુકાનમાંથી આમ આદમી પાર્ટીના મહામંત્રી સહિત આઠ જુગારીઓને ઝડપી પડવામાં આવ્યા હતા.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પેરોલ ફલો સ્કવોર્ડને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ દલવાડી સર્કલ પાસે આવેલ વૃંદાવન પાર્ક ખાતે આવેલ રહેણાક મકાન પાસે આવેલ દુકાનમાં અમુક ઇસમો જુગાર રમતા હોઈ ત્યારે એલસીબી ની ટીમ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે દુકાનમાંથી મનોજભાઈ રતિલાલ સદાતીયા પટેલ ,(ઉ.વ.42 હાલ રહે.વૃંદાવન પાર્ક મુ.રહે.ખાખરાળા)નયનભાઈ વ્રજભાઇ માકાસણા પટેલ,(ઉ.વ.34 રહે.ઉમિયાનગર,આઇટીઆઈ સામે ,હળવદ )ધવલભાઈ જયંતિભાઇ પટેલ ,(ઉ.વ.29 રહે.મોરબી) હસમુખભાઈ વલમજીભાઈ રૈયાણી પટેલ,( ઉ.વ.44 હાલ રહે.વસંત પાર્ક હળવદ મુ.રહે.ઇશ્વરનગર તા.હળવદ ) નિલેશભાઈ કાળુભાઇ સાવલીયા પટેલ (ઉ.વ.35 હાલ રહે. એ-4 ઇન્દ્રનીલ જીવરાજપાર્ક, અમદાવાદ), આમ આદમી પાર્ટીના મહામંત્રી ચેતનભાઈ મગનભાઈ લોરીયા પટેલ (ઉ.વ.32 હાલ રહે.વૈભવનગર પાપાજી ફનવર્લ્ડ સામે મુ.રહે. વાઘપર-પીલુડી તા.જી.મોરબી), અનિલકુમાર સવજીભાઈ ઠોરીયા પટેલ(ઉ.વ.39 હાલ રહે.સૂકુન એપાર્ટમેન્ટ ફ્લેટ નં 404 ચાંદલોડીયા ,અમદાવાદ), ભાવેશભાઈ પ્રભુદાસભાઈ ચાડમિયા પટેલ (ઉ.વ.37 હાલ રહે.સરદાર સોસાયટી દલવાડી સર્કલ પાસે મોરબી મુ.રહે.ઝીકિયારી તા.જી.મોરબી) વાળા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે એલસીબી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત તેમની પાસેથી રોકડ રૂપિયા 4,32,500/- રૂપિયા કબ્જે કરવામાં આવ્યા છે જેથી પોલીસે તમામ પર જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ