નવરાત્રિમાં રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરની છૂટ

પ્રતિનિધિ દ્વારા અમદાવાદ તા. 22
નવ દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો એટલે નવલા નોરતા. જે પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.આગામી 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12:00 સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ લાઉડ સ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

રિલેટેડ ન્યૂઝ