ચૂંટણી વર્ષ… મહાપાલિકાએ 56 કરોડના ખર્ચને આપી બહાલી

પ્રોજેકટના મંજૂર થયેલ ખર્ચની યાદી
પેવીંગ બ્લોક 2.79 કરોડ
પાઈપલાઈન 1.39 કરોડ
પાઈપ ગટર 2.72 કરોડ
ડીઆઈ પાઈપલાઈન 1.96 કરોડ
વાહન ખરીદી 6.35 કરોડ
કમ્પાઉન્ડ હોલ 57.90 લાખ
ગૌશાળા સંચાલન 2.92 કરોડ
કાર્યક્રમોનો ખર્ચ 2.93 લાખ
ડ્રેનેજ કામ 44.04 લાખ
આંગણવાડી 19.64 લાખ
સ્પોર્ટ સંકુલ 22.33 કરોડ
કેમીકલ ખરીદી 3.00 લાખ
આરોગ્ય લક્ષી સેવા 12 લાખ
સ્મશાન ગ્રાન્ટ 6 લાખ
બ્રીજ કામ 13 કરોડ
મેન પાવર સપ્લાય 70 લાખ
તબીબી સહાય 16.41 લાખ

હવે માથાકૂટ નહીં થાય : વીલબરોનો કચરો ટીપરવાન ઉપાડશે
રાજકોટ શહેરમાં સફાઈ કામદારોમાં શેરીમાં સફાઈ કર્યા બાદ કચરો વીલબરોમાં ભરવામાં આવે છે. જેનો નિકાલ કરવામાં મુશ્કેલી પડતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ટીપરવાન ડોરટુ ડોર કચરો ઉપાડાતો હોવાથી કાયમી સમયની ઘટ રહેતી હોયછે. પરિણામે વિલબરોનો કચરો લોવા થોભતા નથી. આથી કોર્પોરેશન દ્વારા ફક્ત વીલબરોના કચરાનો નિકાલ કરવા માટે 5 ક્યુબીક ક્ષમતાની 50 ટીપરવાન ખરીદી કરવાનો નિર્ણય લઈ આજની સ્ટેન્ડીંગમાં દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. એક વોર્ડ દીઠ ત્રણ ટીપરવાન વીલબરોના કચરા માટે ફાળવવામાં આવશે. તેમ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું.

રાજકોટ,તા.22
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમટિની બેઠકમાં કમિશનર વિભાગમાં રજૂ કરવામાં આવેલ 63 દરખાસ્ત રજૂ ક રેલ જે પૈકી એક દરખાસ્ત પરત મોકલી બાકીની 62 દરખાસ્ત મંજુર કરી રૂપિયા 55.80 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જે પૈકી શહેરમાં ચાલતા જૂદા જુદા રસ્તા તેમજ અન્ય પ્રોજેક્ટના કામે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે નિમણુંક કરવામાં આવેલ એજન્સીની દરખાસ્ત પરત મોકલી નવું ટેન્ડર કરવાની સુચના સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે આપી હતી. જ્યારે 50 મીની ટીપરવાન ખરીદવાની દરખાસ્ત સહિતની તમામ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. સ્ટેન્ડીંગમાં આજે શહેરમાં તૈયાર થતા રોડ રસ્તા તેમજ સ્વર્ણીમ ગુજરાત અંતર્ગત થતા 50 લાખથી ઉપરના તમામ પ્રોજેક્ટમાંટે સરકારમાં મંજુર કરાયેલ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે પરત મોકલવામાં આવી હતી. આ અંતર્ગત સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવેલ કે, અગાઉ ડેલ્ફ ક્ધટ્રક્શન કંપનીને ઈન્પેક્શનની જવાબદારી સોંપવામાં આવી હતી. જે જુના ભાવથી કામગીરી કરતી હતી. પ્રોજેક્ટના 0.45 પૈસા તેમજ 0.70 પૈસાના ભાવથી કામ આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા સ્વર્ણીંમ અંતર્ગત થતા 50 લાખથી ઉપરના તમામ પ્રોજેક્ટનું ઈન્સ્પેક્શન કરી રિપોર્ટ તૈયાર કરાતો હતો. પરંતુ હવે ફરીવખત નવાભાવ સાથે નવું કામ આપવાનું હોય જુની પાર્ટીએ કરેલ દરખાસ્ત પરત મોકલી નવી ટેન્ડર પ્રક્રિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજની સ્ટેન્ડીંગમાં મવડી ખાતે રૂા. 22 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલની દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. તેવી જ રીતે વીલબરો દ્વારા એકઠો થતો કચરો ટીપરવાન દ્વારા એકઠો થઈ શકે તે માટે 50 મીનીટીપરવાન ખરીદવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. એક ટીપરવાન રૂા. 11.99 લાખના ખર્ચે તૈયાર થશે જેની કેપીસીટી 5 ક્યુબીક હોવાનું જણાવ્યું હતું. હાલ મહાનગરપાલિકા પાસે 343 ટીપરવાન કાર્યરત છે. શહેરમાં ટીપરવાન દોડાવવા માટે અત્યાર સુધીમાં 534 ટીપરવાનની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી 112 ભંગાર થઈ ગયેલ હોય સ્ક્રેપમાં મુકવામાં આવી છે. તેમજ 82 ટીપરવાન સ્પેરમાં રાખવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ