કચ્છમાં સ્થપાશે પશુ ચિકિત્સા અને પશુપાલન મહા વિદ્યાલય

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; વેટરનીટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની માન્યતા મળતાં આગામી વર્ષથી શરૂ થશે: કૃષિમંત્રી

છેવાડાનો વિસ્તાર નખત્રાણા જૂથ ગ્રામ પંચાયત હવે બની પાલિકા
કચ્છ જિલ્લાનો વિકાસને વેગ આપવા મુખ્યમંત્રીનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તાર નખત્રાણાને નાગરિક સુખાકારીના સમ્મુચિત હક્કો આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, મુખ્યમંત્રીએ નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ ગામોનો સમાવિષ્ટ કરતી નખત્રાણા નગરપાલિકાની રચના કરવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના છેવાડાના વિકસીત તાલુકા તરીકે નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના પાણી, વીજળી, ગટર વ્યવસ્થા, બસ સ્ટેશન, બાગ-બગીચા, ટાઉન હોલ તેમજ રસ્તા જેવી માળખાકીય પાયાની સુવિધા-સુખાકારી નાગરિકોને સરળતાએ ત્વરિત મળી રહે તેવા ઉદાત્ત ભાવ સાથે આ નિર્ણય કર્યો છે.
એટલું જ નહિ, નખત્રાણા તાલુકાની નજીકના વિસ્તારોમાં હાલ કાર્યરત ઉદ્યોગો તેમજ ભવિષ્યમાં આવનારા નવા ઉદ્યોગોના પરિણામે આ વિસ્તારમાં ઊભી થનારી નાગરિક સુવિધા સુખાકારીની જરૂરિયાતોને ધ્યાને રાખી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતે નગરપાલિકાનો દરજ્જો મેળવવા સર્વાનુમતે કરેલા ઠરાવને તેમણે અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી સમક્ષ આ અંગેની જે દરખાસ્ત કરવામાં આવી હતી તે સંદર્ભમાં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરામર્શમાં રહિને રાજ્ય સરકારે નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ નો સમાવેશ કરી નખત્રાણા નગરપાલિકાની રચના તા. ર1 સપ્ટેમ્બર-ર0રરના રોજ કરી છે. આ નખત્રાણા નગરપાલિકાના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી નખત્રાણાની નિમણૂંક કરતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.22
કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પશુપાલકોને તેમના પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા માટે કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કચ્છ ખાતેની આ મહાવિદ્યાલયમાં પ્રવેશની કામગીરી શૈક્ષણિક વર્ષ.2023- 24થી ટઈઈં ની માન્યતા મળ્યેથી શરૂ કરાશે. કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનિક સારવારની સુવિધા મળશે.આ માટે મહાવિદ્યાલયમાં વિવિધ સંવર્ગની કુલ 42 જગ્યાઓ નિયમીત ધોરણે તેમજ કુલ 32 જગ્યાઓ આઉટ સોર્સીંગથી મળીને કુલ 74 જગ્યાઓના મહેકમ પણ મંજૂર કરાયું છે.
મંત્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં પશુપાલકોને સારવાર તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગેની માહિતી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની દીર્ઘ દ્રષ્ટિ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, પશુપાલન મંત્રી રાધવજીભાઇ પટેલ,રાજ્ય પશુપાલન મંત્રી દેવાભાઇ માલમના પ્રયત્નોથી કચ્છ વિસ્તારના પશુપાલનનાં વિકાસને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડીયા, નવી દિલ્હીના ધારા-ધોરણ મુજબ કામધેનુ યુનિવર્સિટી હસ્તક એક નવી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવા સારુ વર્ષ 2022-23ના અંદાજપત્રમાં પ્રથમ વર્ષ માટે 500.00 લાખ
પુરાની નાણાંકીય જોગવાઇ કરવામાં આવેલ છે. વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય વિવિધ પશુઓની ઓલાદોથી સંપન્ન છે. જેમાં વિસ્તારની દ્રષ્ટિએ રાજયનો સૌથી મોટો કચ્છ જિલ્લો વિશ્વ વિખ્યાત કાંકરેજ ગાય, બન્ની ભેંસો, કચ્છી ધોડા, પાટણવાડી ધેટા, કાહ્મી બકરા અને કચ્છી તથા ખારાઇ ઉંટ માટે જાણીતો છે. રાજ્યના આ પશુધનની તંદુરસ્તી અને ઉત્પાદકતા સુધારવા ગુજરાત સરકાર નિરંતર પ્રયત્નો કરતી રહી છે. પશુપાલન ગુજરાતનો એક અગત્યનો વ્યવસાય છે, જેનાં માટે સક્ષમ, કુશળ, તાંત્રિક માનવબળની જરૂર રહે છે. રાજ્યમાં પ્રવર્તમાન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયોમાંથી ઉતીર્ણ થતા સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ/પશુચિકિત્સકોની સંખ્યા માંગના પ્રમાણે ઓછી છે. હાલમાં રાજય સરકારનું પશુપાલન ખાતું, સહકારી ડેરી, સ્વૈચ્છિક સંસ્થા અને ખાનગી પશુચિકિત્સકો પશુપાલન વ્યવસાયમાં સેવા આપે છે.
હાલ રાજ્યમાં કચ્છ ખાતે પણ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપવામાં આવતા રાજ્યમાં કુલ 6 વેટનરી કોલેજો કાર્યરત થશે. હાલ દર વર્ષે અંદાજે 300 પશુચિકિત્સકોની જગ્યાએ, શરુઆતમાં 60 જેટલા પશુચિકિત્સકો પાંચ વર્ષ બાદ બહાર પડશે તેમજ જ્ગ્યાઓમાં વધારો થવાથી ભવિષ્યમાં દર વર્ષે અંદાજે 500 જેટલા પશુચિકિત્સકો તૈયાર થાય તે પ્રમાણેનુ આયોજન છે.
મંત્રીએ ઉમેર્યું કે,કચ્છ વિસ્તારના પશુપાલકોને આ મહાવિદ્યાલય દ્વારા અત્યાધુનીક સારવારની સુવિધા મળશે અને ગુજરાત રાજ્યમાં પશુચિકિત્સકો પર્યાપ્ત સંખ્યામાં ઉપલબ્ધ થશે જેથી આધુનિક ઢબે પશુપાલનથી આજીવીકામાં નોંધપાત્ર વધારો થશે.

રિલેટેડ ન્યૂઝ