78 વર્ષની ઉંમરે પાંચ કીમી ચાલીને બિમાર લોકોની સારવાર માટે પહોંચે છે વૃધ્ધ વૈદ્યરાજ

ઉના તા.22
શહેરના શેખ મહોલ્લામાં રહેતા અને છેલ્લા 40 વર્ષ થી વિવિધ જડ્ડીબુટીની શોધ કરી 78 વર્ષની ઉમરે પણ પાંચ કિ.મી.નું રોજ પગે ચાલીને અંતર કાપી ગરીબ, અનાથ સાધુ ફકીર, નિરાધાર અંધ, અપંગ વિધવા અને જરૂરીમંદ લોકોની યુનાની દવા દ્રારા કોઇપણ જાતના ભેદભાવ વગર સાચા કર્મશીલ તરીકે સેવાકીય પ્રવૃતિ કરતા વૈદ સીદીકી મહીબ હુશેન શેખ મહંમદ ઉર્ફે હકીમની માનવતા રૂપી કામગીરીને અનેક સંસ્થાઓએ બિરદાવી સન્માનીત કર્યા છે.
78 વર્ષની ઉમરે મુંગા મોઢે ઓછુ બોલીને 3786 જેટલી જડ્ડીબુટીના જાણકાર એવા હકીમ સીદીકી નિયમીત પાંચ કિ.મી. સુધી ચાલીને સત્ય પ્રેમ કરૂણા સાથે હળતુ ફરતુ દવાખાના નામે પ્રખ્યાત થયેલ છે. ઊના, કોડીનાર, પ્રભાસ પાટણ સુધી સેવાકીય પ્રવૃતિ કરતા હોય તેમને કોડીનાર, સીંગસર, ઉના સહીતના વિવિધ સંસ્થાઓએ તેમની સેવાકીય પ્રવૃતિને બીરદાવી સન્માનીત કર્યા છે.
મહુવાના કથાકાર મોરારીબાપુ દ્રારા પણ હકીમનું બહુમાન કરાયુ હતું. લઘુમતિ સમાજના સર્વે શ્રેષ્ઠ સેવાભાવી આ હકીમ સાહેબ ગૈવ પ્રેમિ પણ હોય તે નિયમીત પણે રોજ રૂ.50 નો લીલો ચારો પશુઓ માટે નાખવા જાતે ચાલીને જાય છે.
78 વર્ષની જૈફ ઉમરે પહોચેલા હકીમ મહીબ હુશેન શેખ મહંમદ સીદીકીએ પોતાના જીવનમાં પ્રથમ લગ્ન નાની ઉમરે કરેલા હતા. અને પોતાની પત્નિના ટુંકા સમય દરમ્યાન મોત થતા તેમણે જીવનમાં બીજા લગ્ન નહીં કરવા નિર્ણય લીધો હતો. સંસારમાં તેમને કોઇ સંતાન નહી હોવાથી તેમણે સેવાકિય પ્રવૃતિ કરવા મક્કમ મન બનાવી 30 વર્ષની ઉમરે જડ્ડીબુટી શોધવાનું કાર્ય શરૂ કરેલ હતું. અને 3786 જેટલી જડ્ડીબુટીની જાણકારી મેળવી લોકોના દુ:ખ દર્દને દૂર કરવાનું કાર્ય શરૂ કરેલ હતું. તેઓ સોમનાથ પાટણ સુધી આવતા યાત્રાળુઓની પણ 15 વર્ષ સુધી પાટણમાં રહીને સેવાકીય પ્રવૃતિ કરેલ હતી. અને ત્યાની વિવિધ સંસ્થાએ પણ તેઓની સેવાકીય પ્રવૃતિને બિરદાવી સન્માનીત કર્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ સભ્ય તેમજ વરિષ્ઠ વકીલો દ્રારા પણ પ્રમાણપત્ર આપેલ છે. આ હકીમ સાહેબ સાધુ, ફકીરો, અંધ, અપંગ અને ગરીબ પરીવારોને તદન વિનામુલ્યે દવા આપીને દુખ દર્દ દૂર કરે છે.

રિલેટેડ ન્યૂઝ