દરિયાકાંઠાના વિસ્તારોમાં સૂર્ય ફરતે વલયનો અદ્દભૂત નજારો સર્જાયો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.23
આવતીકાલથી સમગ્ર સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવા-મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે ખાસ કરીને દરિયાકાંઠાના સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં સૂર્ય ફરતે અદભૂત વલયનો નજારો સર્જાતા નજતા, ખેડૂતો, માછીમારોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળતા હતા તો હાલમાં ફરી હવાનું હળવું દબાણ સર્જાતા આગામી ચાર દિવસ ફરી મેઘમહેર શરૂ થવાની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે જોકે છૂટાછવાયા સ્થળે જ આ વરસાદી માહોલનો સંકેત આપ્યો છે.
રાજકોટ
રાજકોટમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં સતત ફેરફાર જોવા મળ્યો હતો. સવારથી જ આકાશમાં વાદળોની અવર જવર શરૂ થયા સાથે દિવસભર આકાશમાં વાદળોની વારંવાર જમાવટ જોવા મળી હતી. જેને પગલે વરસાદી ઝાપટાનો સંકેત જોવા મળતો હતો. પરંતુ, શહેરીજનોને નિરાશ થવું પડ્યું હતું. વળી ફરી વાતાવરણ બદલતા શહેરની જનતાને બફારાથી પરેશાન થવું પડ્યું હતું.
વેરાવળ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ અને કોડીનાર તાલુકાના આકાશમાં અદભુત ખગોળીય ઘટના સર્જાયેલ જોવા મળતા લોકોમાં કુતુહુલ સર્જાયું છે.
આજે બપોરના સમયે જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ આકાશમાં સૂર્ય ની ફરતે વલય (સર્કલ) દેખાયુ હતું. આ ખગોળીય ઘટનાનો અદભુત નઝારો જોવા લોકો ઘર-દુકાનની બહાર નીકળી પડ્યા હતા. આ નજારો નિહાળી લોકોમાં રોમાંચ સાથે કુતુહલ છવાયુ નજરે પડતુ હતું. આવી ઘટના દોઢેક વર્ષ પૂર્વે વેરાવળ સોમનાથના આકાશમાં પણ જોવા મળી હતી.
ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ અને કોડીનાર પંથકના આકાશમાં સુર્ય નારાયણની ફરતે રંગબેરંગી વલય (સર્કલ) જોવા મળતા લોકો આશ્ચર્ય ચકિત બન્યા હતા. આ વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતા લોકો કુતુહુલ વંશ થઈને ઘર-દુકાનની બહાર નીકળી આકાશમાં જોવા મળી રહેલ અદભુત ખગોળીયો ઘટના નિહાળી રોમાંચિત થતા નજરે પડતા હતા. બંન્ને પંથકના આકાશમાં સુર્યની ફરતે રંગબેરંગી સર્કલ સર્જાયેલ ઘણો સમય સુધી જોવા મળતુ હતું. આ રંગબેરંગી સર્કલ કેમ બન્યું હશે તેને લઈ તરેહ તરેહની ચર્ચાઓ લોકોમાં થઈ રહી હતી. આ બંન્ને પંથકના આકાશમાં જોવા મળેલ અદભુત ખગોળીયો ઘટના અંગે જાણકારોના મતે આવી ઘટના ભારત દેશમાં ભાગ્યે જ જોવા મળે છે જ્યારે ઠંડા પ્રદેશોમાં નિયમિત જોવા મળે છે. આવા દ્રશ્યો દોઢેક વર્ષે પહેલા વેરાવળ સોમનાથના આકાશમાં પણ જોવા મળી હતી. તે સમયે પણ લોકોમાં કુતુહુલ સર્જાયું હતું.
પોરબંદર
પોરબંદરમાં સૂર્યની ફરતે વિશાળ કદનું વલય સર્જાયું હતું. નગરજનોએ તેને કુતુહલતાથી નિહાળ્યું હતું. આ ખગોળીય ઘટના અંગે જાત જાતની ચર્ચાઓ ચાલી હતી.
ઉના
ઉના વિસ્તારમાં આકાશમાં સૂર્યની ફરતે રંગબેરંગી મેઘધનુષ્ય જેવું સર્કલ જોવા મળતા લોકો રોમાંચીતની સાથે આશ્વર્યચકિત બન્યા હતા. આ નજારો લોકો આકાશ તરફ મીટ માંડી એકથી દોઢ કલાક સુધી નજરે નિહાળ્યો હતો. અને અદભુત ખગોળીય ઘટના હોવાનું જણાવેલ હતું.
પ્રાચી
યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે આજે આકાશમાં અલૌકિક દ્રશ્યો સજાયા હતા. આજે રાત અને દિવસ નો સમય સરખો હોવાથી આકાશમાં સૂર્યદેવની ફરતે બ્લેક રાઉન્ડ નું રહસ્ય ઘેરાયેલું અલૌકિક દ્રશ્યો જોવા મળ્યું હતું આલભ્ય સૂર્યનો સૌ લોકોએ નજારો નિહાળી આક્ષર્ય અનુભવી રહ્યા હતા ખગોળીય ઘટનાથી લોકો વિસ્મય પામી રહ્યા છે લોકોએ આ દ્રશ્યો જોઈને કુતુહલ સાથે ચર્ચા નો વિષય બન્યો હતા.

રિલેટેડ ન્યૂઝ