ગોંડલ પંથકમાં સિંહ, સિંહણ બે બાળ સાવજોના આંટાફેરા

સુલતાનપુર, હડમતિયામાં આખલાનું મારણ કરતા ફફડાટ

(પ્રતિનિધિ દ્વારા) ગોંડલ તા. 23
ગોંડલ તાલુકાના સુલતાનપુર અને હડમતીયા ગામ માં સિંહ પરિવાર આવી પોહચ્યો હતો ગુરૂવાર રાત્રી ના સિંહ પરિવાર સુલતાનપુર ની સિમ માં બોરડ ની વાડી માં જોવા મળ્યો હતો શુક્રવારે સવારે હડમતીયા ગામ ની સિમ માં બે આખલા નું મારણ કરતા વન વિભાગ ઘટના સ્થળ પર પોહચ્યું હતું. સ્થળ ઉપર સિંહ ના પંજા ના નિશાન પણ જોવા મળ્યા છે
નવરાત્રી દિવાળીની આસપાસ પ્રતિ વર્ષ ની માફક આ વર્ષે પણ સિંહ પરિવાર ગોંડલ પંથકમાં આવી પોહચ્યો છે. ગોંડલના હડમડીયા ગામે સાવજે આવી રેવન્યુ સર્વે નંબરમા બે આખલાનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો , ગુરુવારે રાત્રી ના એક સિંહણ અને બે બચ્ચા સુલતાનપુર ની સિમ માં મનસુખભાઇ બોરડ ની વાળી માં કપાસ માં દેખાયા હતા. સિંહ દેખાતાજ ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા.અને સિંહ પરિવાર ને પાંજરે પુરવા કવાયત હાથ ધરાઇ છે.

રિલેટેડ ન્યૂઝ