ભારતે ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી ટેસ્ટ શ્રેણી જીતી

ભારતના બે સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિનને સંયુક્ત રીતે ‘મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચાર મેચોની ટેસ્ટ શ્રેણી ભારતે ૨-૧થી જીતી લીધી હતી. અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી અને અંતિમ મેચ ડ્રોમાં પરીણમી હતી. ભૂતપૂર્વ કપ્તાન અને કોમેન્ટ્રેટર સુનીલ ગાવસ્કર ભારતના કપ્તાન રોહિત શર્માને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી એનાયત કરી હતી તે પ્રસંગે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહ્યા હતા તે પ્રથમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે, બીજી તસવીરમાં ટીમ ઈન્ડીયાના ક્રિકેટરો ટ્રોફી સાથે ખુશાલી વ્યક્ત કરતા નજરે પડે છે. અંતિમ ટેસ્ટ મેચ ડ્રો થયા બાદૃ મેદૃાનમાં ભારતના કપ્તાન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કપ્તાન સ્મિથ હસ્તધૂનન કરતા દ્રશ્યમાન થાય છે.

અમદૃાવાદૃ, તા.૧૩
અમદૃાવાદૃના મોટેરા ખાતેના સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ ક્રિકેટ મેચ ડ્રો રહી. આ સાથે જ ભારતીય ટીમે ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨-૧થી જીતી લીધી છે. આ ઉપરાંત ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે અંતિમ બોલ પર શ્રીલંકાને હરાવ્યું હતું. જેના કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચી ગઈ છે. ચોથી ટેસ્ટમાં કાર્યકારી સુકાની સ્ટિવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેિંટગ કરતાં પ્રથમ દૃાવમાં ૪૮૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે ૫૭૧ રનનો સ્કોર ખડક્યો હતો. બીજા દૃાવમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે ૧૭૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ગઈકાલના ઓસ્ટ્રેલિયાના અણનમ બેટર કુહનેમન અને હેડ આજે અંતિમ દિૃવસે મેદૃાનમાં ઉતર્યા હતા જો કે, કુહનેમન આર. અશ્ર્વીનની બોલીંગમાં લેગબીફોર થયો હતો તેણે ૬ રન બનાવ્યા હતા. ટીમના ત્યારે ૧૪ રન થયા હતા તેના સ્થાને લબુશેન આવ્યો હતો.
આ બન્ને બેટધરોએ ૧૩૯ રનની ભાગીદૃારી નોંધાવી હતી. ટીમના ૧૫૩ રનના જુમલે હેડ અક્ષર પટેલની બોલીંગમાં ૯૦ રન બનાવી બોલ્ડ થયો હતો. તેના સ્થાને આવેલ કપ્તાન સ્મીથ અને લબુશેન ટીમનો જુમલો ૧૭૫ રન સુધી લઈ ગયા હતા. જો કે મેચનું પરીણામ આવી શકે તેમ ન હોવાથી બન્ને ટીમની સંમતિથી મેચ ડ્રો થઈ હતી. ત્યારે મેચનું પરીણામ આવી શકે તેમ ન હતું અને બંને ટીમોએ ટેસ્ટ ડ્રો કરાવવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ ભારતે ચાર મેચની સીરિઝ ૨-૧થી જીતી લીધી છે.
આ મેચમાં ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ૨૦૧૯ બાદૃ પોતાની પ્રથમ ટેસ્ટ સદૃી ફટકારી હતી. કોહલીએ પ્રથમ દૃાવમાં ૩૬૪ બોલનો સામનો કરતાં ૧૫ ચોગ્ગાની મદૃદૃથી ૧૮૬ રનની લાજવાબ ઈિંનગ્સ રમી હતી. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની ૭૫મી સદૃી હતી. તેની આ ઈિંનગ્સ બદૃલ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ પણ પ્રથમ દૃાવમાં ૧૮૦ રનની શાનદૃાર ઈિંનગ્સ રમી હતી. જ્યારે ભારત માટે યુવાન ઓપનર શુભમન ગિલે પણ ૧૨૮ રનની ઈિંનગ્સ રમીને ટીમમાં પોતાની દૃાવેદૃારી વધારે મજબૂત કરી દૃીધી છે. આ સીરિઝમાં તરખાટ મચાવનારા ભારતના બે સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિનને સંયુક્ત રીતે મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યા હતા. અશ્ર્વિને ચાર મેચમાં ૨૫ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ ચાર મેચમાં ૨૨ વિકેટ પોતાના નામે કરી હતી. ૪૨ રનમાં સાત વિકેટ જાડેજાનું સર્વશ્રેષ્ઠ ઈિંનગ્સ પ્રદૃર્શન રહૃાું હતું. જ્યારે ૯૧ રનમાં છ વિકેટ અશ્ર્વિનનું સર્વશ્રેષ્ઠ ઈિંનગ્સ પ્રદૃર્શન રહૃાું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર નાથન લાયને પણ ચાર મેચમાં ૨૨ વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે ટોડ મર્ફીએ ૧૪ વિકેટ ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ હતી જેમાં પ્રથમ ત્રણેય મેચ ફક્ત ત્રણ દિૃવસની અંદૃર જ સમેટાઈ ગઈ હતી. જેમાં સ્પિનર્સનો દૃબદૃબો રહૃાો હતો. પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાઈ હતી. જેમાં ભારતનો એક ઈિંનગ્સ અને ૧૩૨ રને વિજય થયો હતો. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દૃાવમાં ૧૭૭ અને બીજા દૃાવમાં ૯૧ રન નોંધાવ્યા હતા. જ્યારે ભારતે પ્રથમ દૃાવમાં ૪૦૦ રન નોંધાવ્યા હતા. બીજી ટેસ્ટ મેચ દિૃલ્હીમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દૃાવમાં ૨૬૩ અને બીજા દૃાવમાં ૧૧૩ રન નોંધાવ્યા હતા. જ્યારે ભારતે પ્રથમ દૃાવમાં ૨૬૨ અને બીજા દૃાવમાં ચાર વિકેટે ૧૧૮ રન નોંધાવ્યા હતા. પ્રથમ બે ટેસ્ટ ગુમાવ્યા બાદૃ ઓસ્ટ્રેલિયાએ ઈન્દૃોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં વળતો પ્રહાર કર્યો હતો અને આ ટેસ્ટ નવ વિકેટે જીતી લીધી હતી. પ્રથમ દૃાવમાં ભારત ૧૦૯ રનમાં આઉટ થઈ ગઈ હતી જ્યારે બીજો દૃાવ ૧૬૩ રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દૃાવમાં ૧૯૭ રન નોંધાવ્યા હતા જ્યારે બીજા દૃાવમાં એક વિકેટે ૭૮ રન નોંધાવ્યા હતા. જ્યારે અમદૃાવાદૃમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

રિલેટેડ ન્યૂઝ