ધોરાજીમાં દલિત યુવાનો ઉપર કેસ પાછા નહીં ખેંચાય તો આંદોલન

જૂથ અથડામણ બાદ દલિત સમાજની વિશાળ રેલી નિકળી: એક મહિલા બેભાન: સરકારને 7 દિનું અલ્ટીમેટમ

(પ્રતિનિધિ દ્વારા)ધોરાજી,તા.14
ધોરાજીમાં કુંભારવાડા વિસ્તારમાં તારીખ 11 ને શનિવારના રાત્રિના સમયે નાની એવી બાબતમાં ટ્રાફિક અડજણ જેવી બાબતમાં બંને સમાજ વચ્ચે જૂથ અથડામણ થતા જેનો મામલો હજુ સુધી શાંત થયો નથી. ધોરાજી શહેર ભાજપના પ્રમુખ પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ એ દલિત સમાજ વિરુદ્ધમાં જાહેરમાં દેખાવો કરી ઉશ્કેરણીજનક ભાષણો કરતા મામલો બિચકાયો છે જેના વિરોધમાં સમસ્ત દલિત મેઘવાળ સમાજ ધોરાજી દ્વારા રાજ્યના ગ્રહ મંત્રી હર્ષ સંઘવીને સંબોધન કરીને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવેલ.
ધોરાજી શહેર ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઉપર આક્ષેપ કરતાં જણાવેલ કે ધોરાજી ના રાજકીય પાર્ટી ના હોદ્દેદારો વિનુભાઈ માથુકીયા, સંદીપ ટોપિયા તથા કૌશિક વાગડીયા અને અન્ય ઇસમો અને કુંભારવાડા વિસ્તારમાં રહેતા માણસોને ભેગા કરી દલિતો વિરુદ્ધ અપમાન જનક ટિપ્પણીયો અને સૂત્રો બોલેલ કે આ કોઈ લૂખાઓ જેમ વર્તન કર્યું અને અમારા દલિત સમાજને ટાર્ગેટ કરવા આવા સંવેદન શીલ સૂત્રો બોલીને 2002 જેવો ભયંકર કોમી રમખાણ થાય તેવા પ્રયાસો કરેલ છે તેના ભાગ રૂપે વધુ સ્થિતિ વણસે તે માટે કુંભારવાડા વિસ્તારની મહિલાઓને ઉસ્કેરીને ભોગ બનનાર દલિત સમાજના નિર્દોષ યુવાનો પર રાજકીય સત્તાનો દૂરઉપયોગ કરી અને ધોરાજી પોલીસ સ્ટાફને પ્રેસર નાખીને કોમી તંગદિલી સર્જાય તેના માટે જ ખોટી છેડતીની ફરિયાદો કરાવી, અને પોતાના રાજકીય હોદાનો પૂરેપૂરો દૂરઉપયોગ કરી વાતાવરણને વધુ તંગ બનાવી દીધેલ છે.
આ ઘટનાથી ધોરાજી વિસ્તારના કથિત રાજકીય આગેવાનો દ્વારા એવું વાતાવરણ ઊભું કરવામાં આવેલ છે કે જેનાથી દલિત સમાજ ના મૂળભૂત હક્કો તો ઠીક પરંતુ સ્વતંત્રતા પૂર્વક જીવવાના અધિકારો નું પણ હનન થાય તેવા અમાનુષી અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. નિર્દોષ દલિત યુવાનો પર છેડતી નો ખોટો કેસ ને નોંધાવેલ છે તે તાત્કાલીક ધોરણે રદ થાય, દલિત સમાજ ને મૂળભૂત અધિકારો મળી રહે જવાબદાર સામે આકરામાં આકરા પગલાંઓ લેવા આવેદન છે. જો દિવસ સાત 7 માં આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો સમસ્ત ધોરાજી દલિત સમાજને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પડશે.
તેમજ પીડીત પરિવાર તથા પીડીત તમામ યુવાનોને યોગ્ય ન્યાય મળે તેમજ વિડીયોમાં ડીટેક્ટ થતાં તમામ આરોપીઓ પર ધોરણસર ની કાર્યવાહી કરી તેઓને સજા કરવામાં આવે અને તેમજ રાજકીય સત્તાઓનો દૂર ઉપયોગ કરીને અને ઉપરી કક્ષાના રાજકીય આગેવાનોને ગેરમાર્ગે દોરીને રાજકીય ભલામણથી નિર્દોષ યુવાનો પર થયેલ કોઈપણ પુરાવા વગરની ખોટી ફરીયાદ રદબાતલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ધોરાજી સમસ્ત દલિત સમાજ દ્વારા બહારપુરા વણકરવાસ ખાતેથી મૌન રેલી કાઢીને ધોરાજીના વિવિધ વિસ્તારો મેન બજાર ત્રણ દરવાજા થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ખાતે હાલ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું
શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે ધોરાજીના પોલિસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ અને સ્ટાફ દ્વારા શધન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલી દરમિયાન આંબેડકર ચોક ખાતે વિશાળ પ્રદર્શન ચાલતું હતું એ સમયે એક મહિલાની તબિયત દથડતા તાત્કાલિક તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલી હતી.

રિલેટેડ ન્યૂઝ