હિતેષ પંડ્યાએ આપ્યું રાજીનામું

કિરણ પટેલના ટ્રાન્જિસ્ટ વોરંટ બાબતે કાશ્મીર પોલીસને જાણ કરાઈ

અમદૃાવાદૃ, તા. ૨૪
મહાઠગ કિરણ પટેલ પ્રકરણમાં સીએમઓના પીઆરઓના પુત્રનું નામ ખુલતા પીઆરઓ હિતેષ પંડ્યાએ આજે રાજીનામું આપી દૃીધું હતું.
જાણવા મળતી માહિતી મુજબ પીએમઓના અધિકારી હોવાનું જણાવી કાશ્મીરની મુલાકાત લેનાર તેમજ ઝેડ સિક્યુરીટી મેળવનાર મહાઠગ કિરણ પટેલની સામે ફરિયાદૃો શરૂ થઈ ગઈ છે.
આ ઠગ કિરણ પટેલ સાથે કાશ્મીરની મુલાકાતે સીએમઓના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અને ભાજપ સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ અમિત પંડ્યા પણ હોવાનો ખુલાસો થયો હતો તેને ભાજપે હોદ્ા ઉપરથી દૃુર કર્યોૅ હતો. આજે સીએમઓના પીઆરઓ હિતેષ પંડ્યાએ રાજીનામું આપી દૃીધું હતું તેઓ આગામી તા. ૩૧ સુધી ફરજ ઉપર રહેશે તેવું જાણવા મળ્યું હતું.
બીજી તરફ શહેર ક્રાઈમ બ્રાંચમાં જગદૃીશભાઈ ચાવડાએ કિરણ ઉર્ફે બંસી પટેલ તેમજ તેની પત્ની સામે વિશ્ર્વાસઘાત છેતરપીંડીની ફરિયાદૃ નોંધાવી હતી. ડીસીપી ચૈતન્ય મંડલીકે આ બાબતે જણાવ્યું હતું કે, અમે કાશ્મીર પોલીસને મેઈલ દ્વારા ટ્રાન્જિસ્ટ વોરંટથી ધરપકડ કરવા બાબતે જણાવ્યું છે. (હાલ કિરણ પટેલની પત્ની માલીની બેન બાબતે પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. કિરણ પટેલ ઘોડાસરના જે બંગલામાં રહે છે તેનો મકાન માલિક પણ ભાડુ ન ચુકવવા તેમજ મકાન ખાલી કરવાનું કહેતા આપેલી ધમકી બાબતે પોલીસ મથકમાં ફરિયાદૃ કરનાર છે.

રિલેટેડ ન્યૂઝ