એનજીઓ દ્વારા ઘર બેઠા પૈસા કમાવવાની લાલચ આપી મહિલાઓ પાસેથી નાણા પડાવાયા’તા
જામનગર તા.24
જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યના 11 થી વધુ જિલ્લાઓમાં એન.જી.ઓ. સંસ્થાના નામે મહિલાઓનું ગ્રુપ બનાવી 600 વધુ મહિલાઓ ને મહિને ગ્રહ ઉદ્યોગના માધ્યમથી 25 થી 30 હજાર રૂપિયા કમાઈ દેવાની લાલચ આપીને નાણાં ખંખેરનાર ને જામનગર ની સાઇબર ક્રાઇમ સેલની ની ટીમે ઝડપી લીધો છે.
મૂળ ગીર સોમનાથ જિલ્લાના સમોડા ગામના અને હાલ અમદાવાદમાં રહેતા આરોપીની જામનગરની સાયબર ક્રાઈમ શેલની ટીમેં ધરપકડ કરી લીધી છે, જેણે અનેક મહિલાઓની લાખો રૂપિયાની લાખો ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હોવાનું ધ્યાનમાં આવ્યું છે, ઉપરાંત પોતે ચીટીંગના એક ગુનામાં સજા પામીને પણ નાસ્તો ફરતો રહ્યો હતો. જેમાં અટકાયક કરી લેવાઇ છે.
જામનગરની સાઇબર ક્રાઇમ ની ટિમેં ચિટિંગ નો વધુ એક ગુનો શોધી કાઢ્યો છે. જેમાં જાણવા મળ્યા મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના સમોડા ગામનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો મનસુખ રામાભાઇ જનકાંત કે જેણે આઝાદ ફાઉન્ડેશન નામની એન.જી.ઓ. સંસ્થા સોશિયલ મીડિયાના માધ્યમ પર બનાવી હતી, અને લઘુ ઉદ્યોગથી ઘર બેઠા કામ કરીને પૈસા કમાવવાની લાલચ આપી જામનગર- રાજકોટ સહિતના જુદા જુદા 11 જેટલા જિલ્લાઓમાં 600 જેટલી મહિલાઓનો ગ્રુપ બનાવ્યું હતું અને તેઓને ઘેર બેઠા દર મહિને 25 થી 30 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી હતી.
જેમાં કેટલાક મહિલાઓને જિલ્લા કો ઓર્ડીનેટર ના ખોટા હોદાઓ આપ્યા હતા, અને ધીમે ધીમે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા ના માધ્યમથી પોતે મહિલાઓ ને લાલચા આપી સિવણની તાલીમ, તથા ધૂપ- અગરબત્તીની તાલીમ, ઓર્ગેનિક સાબુ બનાવવાની તેમજ બ્યુટી પાર્લર ની તાલીમ આપવાની તેમજ ગ્રહ ઉદ્યોગ માટે કાચો માલ તથા જરૂરી સાધનો પૂરા પાડવા માટેની લાલચ આપી પૈસા ખંખેરવાનું શરૂ કર્યું હતું.
જેણે 600થી વધુ મહિલા મેમ્બરો બનાવ્યા હતા, અને તેમની 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખી હતી જેણે જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ સહિતના અલગ અલગ 11 જિલ્લાઓમાંથી 600 થી વધુ મહિલાઓને વોટસએપ ગ્રુપના માધ્યમથી જોડીને કુલ 3,11,500 ની રકમ પડાવી લીધી હતી, અને વધુને વધુ ગ્રુપ મેમ્બર બનાવતો હતો
પરંતુ કોઈ પણને કામ કે નોકરી મળી ન હોવાથી જામનગરની એક મહિલા દ્વારા આવી ફરિયાદ જામનગર સાઇબર ક્રાઇમ સેલ ની ટીમને કરવામાં આવી હતી. જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. ઝા અને તેમની ટિમે તપાસના આધારે આરોપી મનસુખ રામાભાઈ જનકાંતને ઝડપી લીધો છે. જેની વધુ પૂછ પરછ ચલાવવામાં આવી રહી છે.
ઉપરાંત ઉપરોક્ત આરોપી કે જેની સામે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2014 ની સાલમાં સિટી સી.ના એક ગુનામાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી, અને કોર્ટ માં વારંવાર ગેરહાજર રહેતો હતો તે કેસમાં પણ તેની અટકાયત કરી લેવામાં આવી છે.