સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૫ ટકા, દૃાહોદૃ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ, સમગ્ર રાજ્યમાંથી ૯.૫૬ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
અમદૃાવાદૃ, તા.૨૫
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સવારે ૮ વાગ્યે જાહેર થઈ ગયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ૧૪ માર્ચથી ૨૮ માર્ચ દૃરમિયાન ધોરણ-૧૦ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યના ૯.૫૬ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષાનું ૬૪.૬૨ ટકા પરિણામ જાહેર કરાયું છે.
ધોરણ ૧૦ની પરીક્ષા સમગ્ર રાજ્યના ૯૫૮ કેન્દ્રોમાં લેવામાં આવેલી તેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર ૯૫.૯૨ ટકા પરિણામ મેળવીને મોખરે રહૃાું છે. જ્યારે નર્મદૃા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર ૧૧.૯૪ ટકા મેળવી સૌથી છેલ્લે રહેલો છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત રહૃાો છે. અહીં ૭૬.૪૫ ટકા પરિણામ આવ્યું છે.
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- ૯૫.૯૨ ટકા, સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદૃા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર- ૧૧.૯૪ ટકા, સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત- ૭૬.૪૫ ટકા, સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દૃાહોદૃ- ૪૦.૭૫ ટકા.
૧૦૦ ટકા પરિણામ ધરાવતી સ્કૂલ- ૨૭૨, ૩૦ ટકા કરતા ઓછુ પરિણમ ધરાવતી સ્કૂલ- ૧૦૮૪
ગ્રેડ મુજબ આંકડા પર નજર કરીએ તો ૬૧૧૧ વિદ્યાર્થીઓને છ૧ ગ્રેડ, ૪૪૪૮૦ વિદ્યાર્થીઓને છ-૨ ગ્રેડ, ૮૬૬૧૧ વિદ્યાર્થીઓને મ્-૧ ગ્રેડ, ૧૨૭૬૫૨ વિદ્યાર્થીઓને મ્-૨ ગ્રેડ, ૧૩૯૨૪૮ વિદ્યાર્થીઓને ઝ્ર-૧ ગ્રેડ, ૬૭૩૭૩ વિદ્યાર્થીઓને ઝ્ર-૨ ગ્રેડ, ૩૪૧૨ વિદ્યાર્થીઓને ડ્ઢ જ્યારે ૬ વિદ્યાર્થીને ઈ-૧ ગ્રેડ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પરીક્ષા આપનાર ૯. ૫૬ લાખ વિદ્યાર્થીઓમાં ૭. ૪૧ લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓ, ૧૧,૦૦૦ પ્રાઈવેટ વિદ્યાર્થીઓ, ૫,૦૦૦ ખાનગી રીપિટર વિદ્યાર્થીઓ, ૧. ૬૫ લાખ રીપિટર વિદ્યાર્થીઓ, ૩૩,૦૦૦ આઈસોલેટેડ વિદ્યાર્થીઓ અને ૪,૦૦૦ દિૃવ્યાંગ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજ્યભરના ૮૩ ઝોનમાં ૩૧,૮૧૯ બ્લોકમાં ૯૫૮ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. બે દિૃવસ પહેલા બોર્ડ દ્વારા પરિણામની તારીખ અને સમયની સત્તાવાર જાહેર કરવામાં આવી હતી.
તે સમયે બોર્ડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.
પરીક્ષા બાદૃ ગુણ ચકાસણી અને દૃફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદૃ નામ સુધારાની દૃરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.
પૂરક પરીક્ષા-૨૦૨૩ની પાત્રતા ધરાવતા ઉમેદૃવારોની યાદૃી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદૃનપત્ર ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી એવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદૃીમાં જણાવાયું છે.