રાજકોટ સીવીલમાં પોલીસમાં સંકલનના અભાવે સુત્રાપાડાના વૃધ્ધનો મૃતદેહ છ કલાક રઝડ્યો

ભાજપ કાર્યાલયમંત્રી જોષીની રજૂઆત બાદ અંતે કાર્યવાહી કરી

રાજકોટ તા. 25
રાજકોટ સિવિલ હોસ્પીટલમાં બીેનવારસી લાશો રઝળતી હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે બિમારીથી કંટાળી એસીડ પી આપઘાત વહોરી લેતા સુત્રાપાડાના વૃધ્ધાનો મૃતદેહ પોલીસ સંકલનના અભાવે રઝળી પડયો હતો. રાજકોટ પોલીસ અને સુત્રાપાડા પોલીસ વચ્ચે કાગળો કરવા વચ્ચે એક બીજા ઉપર ફેંકાફેંકી કરવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. અને પોલીસ તંત્ર વચ્ચેના સંકલનના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ટોબટા ગામે રહેતા મણીબેન મેરામભાઇ કામડીયા નામના 65 વર્ષના વૃધ્ધા 25 દિવસ પુર્વે પોતાના ઘરે હતા ત્યારે સવારના 9 એક વાગ્યાના અરસામાં એસીડ પી લીધું હતું. વૃધ્ધાને ઝેરી અસર થતા બેશુધ્ધ હાલતમાં રાણાવાવ અને જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા જયાં તેમની તબીયત નાજુક જણાતા રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં વૃધ્ધાનું ટુંકી સારવાર દરમીયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમીક પુછપરછમાં મૃતક મણીબેન કામળીયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મણીબેન કામણીયા પગના દુખાવાથી કંટાળી એસીડ પી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળે છે. અને વૃધ્ધાના મોત બાદ રાજકોટ પોલીસ અને સુત્રાપાડા પોલીસ વચ્ચેના સંકલનના અભાવે વૃધ્ધાનો મૃતદેહ રઝળ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યું છે. એસીડ પી લેનાર મણીબેન કામળીયાએ મધરાતે ત્રણેક વાગ્યાના અરસામાં ચાલુ સારવાર દરમીયાન હોસ્પીટલના બિછાને દમ તોડી દીધો હતો. જેની તબીબી દ્વારા સિવીેલ હોસ્પીટલ પોલીસ ચોકીમાં જાણ કરવામાં આવી હતી. કાનુની નિયમ મુજબ સિવિલ હોસ્પીટલ પોલીસ ચોકીના સ્ટાફે વૃધ્ધાનું સારવારમાં મોત નિપજયું હોવાની સુત્રાપાડા પોલીસને જાણ કરી કાગળો કરવા રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે આવવા માટે જણાવ્યું હતું. પરંતુ સુત્રાપાડા પોલીસ મથકના પીઆઇ ગરચરે કાગળો અમારે ન કરવાના હોય એ કાર્યવાહી રાજકોટ પોલીસને કરવાની હોય તેવું જણાવ્યું હતું. જયારે રાજકોટ પોલીસે ઘટના આપઘાતની હોવાની વિસેરા લેવાના હોય જેથી સુત્રાપાડા પોલીસે કાર્યવાહી કરવી પડે તેવું જણાવ્યું હતું. સુત્રાપાડા પોલીસ અને રાજકોટ પોલીસ વચ્ચેના સંકલનના અભાવને કારણે વૃધ્ધાનો મૃતદેહ છ કલાક સુધી રઝળતો હતો. પોલીસ કામગીરીમાં બેદરકારી સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના અંગે રાજકોટ શહેર ભાજપ કાર્યાલયના મંત્રી હરેશભાઇ જોષીને જાણ થતા તેઓએ સુત્રાપાડા પોલીસને જાણ કરી પોલીસ સંકલનના અભાવે વૃધ્ધાનો મૃતદેહ રઝળતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ ત્યાંથી રાજકોટ પોલીસે કાર્યવાહી કરવાની હોય તેવો જવાબ મળ્યો હતો. બાદમાં હરેશભાઇ જોષીએ રાજકોટના પ્ર.નગર પોલીસ મથકમાં કાર્યવાહી કરી મૃતદેહ પરિવારને સોંપવા માટે અપીલ કરી હતી. પરંતુ રાજકોટ અને સુત્રાપાડા પોલીસ કામની ફેંકાફેંકી કરી રહ્યા હોય તેમ કોઇપણ કાર્યવાહી નહીં
કરતા વૃધ્ધાનો મૃતદેહ સિવિલ હોસ્પીટલમાં છ કલાક સુધી રઝળ્યો હતો. રાજકોટ પોલીસ અને સુત્રાપાડા પોલીસના સંકલનના અભાવે બન્ને પોલીસ મથકોએ કામગીરીની ફેંકાફ્ેંકી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અને પોલીસ પોતાની કામગીરીથી અજાણ હોય તેમ મોતનો મલાજો જાળવવાને બદલે એક બીજાને ખો આપી પોતાની કામગીરીથી ભાગી રહ્યા છે. મૃતક વૃધ્ધાનો પરિવાર પોલીસ સંકલનના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે પરંતુ છ છ કલાક બાદ પણ પોલીસ કાર્યવાહી કરતી નહીં હોવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

રિલેટેડ ન્યૂઝ