ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં તા.૨૮-૨૯ કમોસમી વરસાદૃ

બે વરસાદૃી સિસ્ટમ સક્રિય બની; દ્વારકાના દૃરિયામાં ઊંચા મોજા ઉછળ્યા

અમદૃાવાદૃ, તા. ૨૫
રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે ભારે પવન ફુંકાઈ રહ્યો છે તેમજ આગામી તા. ૨૮ અને ૨૯ના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદૃ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
વરસાદૃી બે સિસ્ટમ સક્રિય થતા બે દિૃવસ કમોસમી વરસાદૃ પડવાની આગાહી કરાઈ છે. આજે પણ અમદૃાવાદૃ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ પવન ફુંકાયો હતો તેમજ વાદૃળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
૨૪ કલાકમાં અમદૃાવાદૃમાં સૌથી વધુ ગરમી ૪૩.૪ ડિગ્રી નોંધાઈ હતી. ગાંધીનગરમાં ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં અને વલ્લભ વિદ્યાનગરમાં ૪૦.૭ ડિગ્રી. તેમજ અમરેલી અને ભાવનગરમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું, વડોદૃરામાં ૩૯.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગઈકાલે હવામાન વિભાગે કાળઝાળ ગરમી વચ્ચે અમદૃાવાદૃ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ આજે કમોસમી વરસાદૃની આગાહી કરી હતી આજે અમદૃાવાદૃમાં વાદૃળ છાયું વાતાવરણ રહ્યું હતું તેમજ પવન ફુંકાયો હતો.
હવામાન વિભાગે આજે બે દિૃવસ કમોસમી વરસાદૃની આગાહી કરી છે. આગામી તા. ૨૮ અને ૨૯ના રોજ ફરીથી કમોસમી વરસાદૃની આગાહી કરી હતી તા. ૨૮મીએ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદૃરા, ભરૂચ, આંદૃ, અમરેલી અને રાજકોટમાં કમોસમી વરસાદૃ પડવાની સંભાવના છે જ્યારે તા. ૨૯ના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર,વડોદૃરા,ભરૂચ, આણંદૃ, સુરેન્દ્રનગર, બોટાદૃ અને ભાવનગરમાં કમોસમી વરસાદૃ પડવાની આગાહી કરાઈ હતી. આજે દ્વારકાનાં દૃરિયામાં પવન સાથે ઊંચા મોજા ઉછળતા નજરે પડ્યા હતા. હવામાન વિભાગે માછીમારોને દૃરિયો ન ખેડવા સુચના આપી છે.

રિલેટેડ ન્યૂઝ