જામનગર પોલીસની બે ટીમોએ હજારો સીસીટીવી ફુટેજ ચકાસી ત્રણેય છાત્રોને રેવાડીથી ઝડપી લીધા
જામનગર ની પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં અભ્યાસ કરતા સિક્કિમના બે અને નેપાળના એક સહિતના ત્રણ બાળકો લાપતા બન્યા પછી 19 દિવસની રજળપાટ બાદ હરિયાણાના રેવાડી માં એક હોટલમાંથી હેમ ખેમ મળી આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
જામનગરની બે અલગ અલગ પોલીસ ટુકડીએ સિક્કિમ સહિત અન્ય રાજ્યની પોલીસની મદદ લઈને હજારો સીસીટીવી કેમેરા ચકાસ્યા બાદ બંને બાળકોને શોધી કાઢવામાં સફળતા સાંપડી છે.
જામનગરની પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં રહીને અભ્યાસ કરતા મૂળ સિક્કિમના બે તરુણ વિદ્યાર્થીઓ તેમજ નેપાળનો 1 વિદ્યાર્થી કે જેઓ ગત 2 8મી તારીખે જામનગર માંથી એકાએક લાપતા બની ગયા હતા. પ્રણામી સંપ્રદાય ની સ્કૂલ ના ઇન્ચાર્જ દ્વારા તેઓની શોધખોળ કર્યા પછી કોઈ પતો નહીં સાંપડતાં આખરે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય બાળકોના અપહરણ થઈ ગયા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, અને જામનગર પોલીસ દ્વારા તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
અન્ય દેશ નેપાળના એક વિદ્યાર્થી તેમજ સિક્કિમના બે બાળકો ગુમ થવા અંગે આથવા અપહરણ થયા ના મામલાની જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ગંભીરતા દાખવી હતી, અને તેઓને શોધવા માટે જામનગરના સિટી એ. ડિવિઝન ની પોલીસ સ્ટેશનની એક ટીમ તેમજ એલસીબીની એક ટીમને દોડતી કરાવી હતી, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓના આધારે તેમજ તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ વગેરેના નિવેદનો નોંધીને તપાસનો દોર શરૂ કરાયો હતો.
ત્રણેય ગુમથનાર બાળકો કે જેઓ પાસે મોબાઈલ ફોન પણ ન હોવાથી સંપર્ક કરવો શક્ય ન હતો, તેથી એકમાત્ર સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી હતી, અને સૌ પ્રથમ ત્રણેય બાળકો જામનગરમાં રીક્ષા કરીને તેમજ ઈકો કારમાં બેસીને જામનગર થી ખંભાળિયા તરફ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અમુક રસ્તો ત્રણેય બાળકોએ ચાલીને કાપ્યો હતો. અને ખંભાળિયા રેલ્વે સ્ટેશનથી તેઓ જયપુર તરફની ટ્રેનમાં બેસીને રવાના થઈ ગયા નું ધ્યાનમાં આવ્યું હતું. તેથી જામનગર પોલીસ દ્વારા રાજસ્થાન સુધી તપાસ નો દોર લંબાવ્યો હતો, અને ત્યાં રેલ્વે સ્ટેશન પરના અલગ અલગ સીસીટીવી કેમેરા વેગેરે ચેક કર્યા હતા, અને ત્રણેય બાળકો દિલ્હીના સુલતાનપુર તરફની ટ્રેનમાં બેઠા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ત્યારબાદ જામનગરની અલગ અલગ પોલીસ ટુકડીઓ દિલ્હી પહોંચી હતી, જ્યાં સિક્કિમ પોલીસ પણ મદદમાં જોડાઈ હતી, અને ફરીથી અલગ અલગ રેલ્વે સ્ટેશનના સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા. આખરે ત્રણેય બાળકો હરિયાણા રાજ્યમાં રેવાડી રેલવે સ્ટેશન પર ઉતર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
તેથી બંને પોલીસ ટુકડીઓ રેવાડી સુધી પહોંચી હતી, અને ત્યાંના અલગ અલગ સીસીટીવી કેમેરાઓ તપાસવાનું શરૂ કર્યું હતું. આખરે હરિયાણા ના રેવાડીમાં આવેલી બસંત સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ માં ચકાસણી કરવામાં આવી હતી, અને ત્રણેય બાળકો ત્યાંથી હેમ ખેમ મળી આવ્યા હતા.
પોલીસ દ્વારા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે એક બાળક નેપાળી હોવાથી અને નેપાળી બાળકો જુદી જુદી હોટલોમાં કામ કરતા હોવાના આધારે આખરે બાળકોને શોધવામાં સફળતા મળી હતી, અને ત્રણેય બાળકો પોતાની ઓળખ છુપાવીને રહેતા હતા, અને હેમ ખેમ મળી આવતાં પોલીસ તંત્રએ હાથકારો અનુભવ્યો હતો. જામનગર ના એસપી માર્ગદર્શન હેઠળ સમગ્ર સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને પોલીસની બંને ટીમો દ્વારા ગુજરાત રાજસ્થાન દિલ્હી અને હરિયાણા રાજ્યના હજારો સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા પછી અને 19 દિવસની રજળપાટ બાદ બાળકોને શોધવામાં સફળતા ચામડી હતી જે ત્રણેય બાળકોને જામનગર લઈ આવ્યા પછી બે બાળકોના વાલીને સિક્કિમથી બોલાવી લેવાયા છે અને તેમનો કબજો શું પાયો છે ત્યારે ક્રિયા બાળકને દિલ્હીમાં સ્થિત ને પણ એમ્બેસી સાથે ગોઠણ કરીને તે બાળકને તેના વતનમાં પહોંચાડવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
પૈસા બચાવવા માટે પગપાળા પ્રવાસ કર્યો
રેલવેની મુસાફરી દરમિયાન પણ ત્રણ બાળકોએ એક જ ટિકિટ કઢાવીને પ્રવાસ કર્યો હતો. જામનગરની પ્રાણમી સ્કૂલમાંથી લાપતા બનેલા સિક્કા અને નેપાળના ત્રણ બાળકો, કે જેઓ જામનગર થી નીકળ્યા પછી તેઓ પાસે પૈસા ખૂબ જ ઓછા હોવાથી પૈસા બચાવવાના ભાગરૂપે તેઓએ જામનગર થી ખંભાળિયા જવા માટે થોડા અંતર સુધી રિક્ષામાં બેઠા પછી બાકીના કિલોમીટર પગપાળા ચાલીને કાપ્યા હતા, અને ખંભાળિયા રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા.
ત્યારબાદ વધુ પૈસા બચાવવાના ભાગરૂપે તેઓએ ખંભાળિયા થી રેલવેની મુસાફરી કરવા માટે ત્રણ બાળકો વચ્ચે એક જ ટિકિટ કઢાવી હતી, અને કોઈ પણ પ્રકારનો ચેકિંગ આવે તો એક ટિકિટ સાથે બાળક હાજર રહે, અને બીજા બાળકો બાથરૂમ વગેરેમાં સંતાઈ જાય, તે પ્રકારે પ્રવાસ કરીને હરિયાણા રાજ્ય સુધી પહોંચ્યા હતા, અને આખરે પૈસા ખલાસ થઈ જતાં પોતાનું નામ બદલાવીને હોટલમાં નોકરી શરૂ કરી દીધી હતી.
વધુ પૈસા કમાઈને પોતાના ઘેર મોકલવા અભ્યાસ છોડીને ભાગવાનો પ્લાન કર્યો
જામનગરની પ્રણામી સ્કૂલમાંથી ત્રણ બાળકો લાપતા બની ગયા પછી 19 દિવસની રજળપાટ બાદ હેમખેમ મળી આવ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા ત્રણેયની પૂછપરછ કરવામાં આવતાં આખરે તેઓએ પોતાના પરિવાર માટે મોટી રકમ કમાઈને પહોંચાડવાના ભાગરૂપે ભાગી છૂટવાનો પ્લાન કર્યો હોવાનું અને સમગ્ર પ્લાન કાગળ ઉપર તૈયાર કર્યા પછી તેઓ જામનગર થી નીકળ્યા હોવાનું કબૂલ્યું હતું. ત્રણેય બાળકોએ અભ્યાસ દરમિયાન અહીં પોતાને અનુશાસનમાં રહેવું પડતું હોવાથી તેમાંથી છૂટવા અને વધારે રકમ કમાઈને પોતાના પરિવારને પહોંચાડવા મનસુબો ઘડ્યો હતો, જેમાં એક બાળકને તો કલાકાર બનવાની પણ ઇચ્છા હતી, અને તેઓએ જામનગર થી નીકળવા માટેનો સૌપ્રથમ કાગળમાં પ્લાન બનાવ્યો હતો, અને જામનગર થી ખંભાળિયા, ત્યાંથી રેલ્વે મારફતે અન્ય રાજ્યમાં જવું, ત્યારબાદ કઈ રીતે ખાવા પીવાની વ્યવસ્થા વગેરેનો કાગળ પર પ્લાન બનાવી રાખ્યો હતો, અને તે પ્લાન મુજબ તેઓ ક્રમશ: આગળ વધ્યા હતા. આખરે પૈસા ખલાક થતાં હરિયાણા રાજ્યમાં એક હોટલમાં રોકાઈને નોકરી શરૂ કરી દીધી હતી.