રાજકોટના શિક્ષણવિદ્દ સહિત 7 લોકોની CBIએ 20 લાખના લાંચ કેસમાં કરી ધરપકડ ઓરિસ્સાની એકલવ્ય મોડેલ રેસીડેન્સ સ્કૂલ રાજકોટમાં શરૂ કરવા થયો હતો સોદો: અનેક સ્થળે દરોડા

રાજકોટમાં ખાનગી સ્કૂલ શરૂ કરવા માટે રૂ.20 લાખની લાંચ આપવાના કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. ઈઇઈંએ આ કેસમાં રાજકોટના શિક્ષણવિદ્દ સહિત 7 લોકોની ધરપકડ કરતા શિક્ષણ જગતમાં અનેક ચર્ચાઓ વહેતી થઇ છે.
રાજકોટમાં ખાનગી સ્કૂલ શરૂ કરવા માટે શહેરના શિક્ષણવિદ્દ હેતલકુમાર પ્રવીણચંદ્ર રાજ્યગુરુએ રૂ.20 લાખની લાંચ આપી હતી. ઓરિસ્સાની જાણીતી એકલવ્ય મોડેલ રેસીડેન્સ સ્કૂલ રાજકોટમાં શરૂ કરવા માટે બ્રિજ એન્ડ રૂફ ઇન્ડિયા કંપનીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી આશિષ રાજદાને શિક્ષણવિદ્દ હેતલકુમાર પાસે રૂ.20 લાખની લાંચ માંગી હતી. હેતલકુમારે વચેટિયા મારફતે આ લાંચની રકમ કલકત્તા પહોંચાડી હતી. CBIએ લાંચ માંગનાર આશિષ રાજદાન અને લાંચ આપનાર શિક્ષણવિદ્દ હેતલકુમાર પ્રવીણચંદ્ર રાજ્યગુરુ સહિત 7 લોકોની ધરપકડ કરી છે. CBIએ બ્રિજ એન્ડ રૂફ કંપનીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી આશિષ રાજદાનની કલકત્તાથી ધરપકડ કર્યા પછી અન્ય પાંચ વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે.
CBIએ રાજકોટ, કલકત્તા, નોઈડા, મુંબઈ અને દિલ્હી સહિતના સ્થળોએ દરોડા પાડતા રૂ.26.5 લાખની રોકડ રકમ મળી આવી છે.

રિલેટેડ ન્યૂઝ