વડાપ્રધાનનાં જન્મદિવસે 1પ હજાર કરોડની પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો શુભારંભ

પી.એમ. વિશ્ર્વકર્મા યોજનાનો લાભ લઇ અર્થપાર્જન કરી દેશના વિકાસમાં સહયોગી બનવા કેન્દ્રીય મંત્રીનો અનુરોધ

વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉ5સ્થિતિમાં: 18 સમુદાયોના કારીગરોનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરાયું: ટ્રેનીંગ, સ્ટાઇપેન્ડ, લોન, ટુલ કીટ, માકેટીંગ માટે સહાય વગેરે સુવિધાઓ મળવા પાત્ર


વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે નસ્ત્રપ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાસ્ત્રસ્ત્રનો શુભારંભ વડાપ્રધાનશ્રીના હસ્તે કરાયો હતો.
વડાપ્રધાનની વર્ચ્યુઅલ
ઉપસ્થિતિમાં દેશભરના 70 સ્થળો સહિત રાજયના અમદાવાદ અને વડોદરા ઉપરાંત રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ 18 સમુદાયોના કારીગરોને આ યોજનાનો લાભ લઇ અર્થોપાર્જન કરી દેશના વિકાસમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી માંડવીયાએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા સમુદાયો પોતાની પેઢી દર પેઢીથી સચવાયેલી કારીગરી થકી અર્થોપાર્જન કરી શકે તે માટે વડાપ્રધાનશ્રીએ આ યોજના માટે રૂ. 15 હજાર કરોડની ફાળવણી કરી છે, ત્યારે આ યોજના હેઠળ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી આઈ કાર્ડ મેળવી કોઈપણ પ્રકારની બેંક ગેરેન્ટી વિના રૂ. 3 લાખ સુધીની મળવાપત્ર લોનનો લાભ લઈ બદલાતા સમયે સાથે નવા ભારતના નિર્માણમાં સહયોગી થવું જોઈએ. પ્રાથમિક સુવિધાથી ભારતનો એક પણ નાગરિક વંચિત ન રહે તે માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા વગેરે જેવા ઉપક્રમો થકી વંચિતોને સહાયરૂપ થવા અને આત્મસન્માન સાથે જીવન જીવી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે. દેશના વંચિતો અને છેવાડાના વ્યક્તિઓને મદદરૂપ થવા માટે 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી યોજાનાર નસ્ત્રઆયુષ્માન ભવસ્ત્રસ્ત્ર કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બિન સરકારી સંગઠનો તથા અન્ય સંસ્થાઓ દ્વારા યોજાનાર બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા તથા ઓર્ગન ડોનેશનનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો
વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે 15 દિવસ સુધી યોજાઇ રહેલા નસ્ત્રઆયુષ્માન ભવસ્ત્રસ્ત્ર કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા હેલ્થ મેળાઓમાં શારીરિક તપાસ કરાવવા મંત્રીશ્રી માંડવીયાએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે 140 પેટા જ્ઞાતિ ધરાવતો કારીગર સમાજ કેન્દ્ર સરકારની વિશ્વકર્મા કૌશલ્ય યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જ આ યોજનાનો આશય છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આજે લોન્ચ કરાયેલી આ યોજનામાં બધાને વધુ કારીગરોને જોડાવા માટે મંત્રી રાઘવજીભાઈએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો
હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરી એલ.એસ. ચાંગસનએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. નસ્ત્રપ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાસ્ત્રસ્ત્રની વિગતો રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ આ પ્રસંગે રજૂ કરાઈ હતી.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત સામેલ થયેલા 18 પ્રકારની વિવિધ કારીગરી સાથે જોડાયેલા સમાજના પ્રતિનિધિઓ તથા અગ્રણીઓએ વડાપ્રધાનશ્રી પ્રત્યેનો આભારપત્ર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને સુપ્રત કર્યા હતા. આ તકે મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જિલ્લા વહીવટી તંત્રએ રૂ. 16 લાખના ખર્ચે એઈમ્સ રાજકોટને બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથે ફાળવેલી એમ્બ્યુલન્સનું રીબીન કાપીને તેનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે સામાજિક ન્યાય તથા અધિકારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા,
સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા તથા રામભાઈ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ,ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા તથા મહેન્દ્રભાઈ પાડલીયા, મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકર, અગ્રણી મુકેશભાઈ દોશી વગેરે ઉ5સ્થિતિ રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ