ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદના પગલે જન જીવન પ્રભાવિત થયું છે.છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ નોંધાયો છે.ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ 12,644 વ્યક્તિઓનું સ્થળાંતર કરાવ્યું છે. નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ પંચમહાલ અને આણંદ ખાતેથી 617 વ્યક્તિઓનું રેસક્યુ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં વરસાદના પગલે એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ થયા હતા.જોકે મોડી સાંજ સુધીમાં તમામ રસ્તા પૂર્વવત કરી દેવાની ખાતરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.સ્થળાંતરિત વ્યક્તિઓને શેલ્ટર હોમ ખાતે લઈ જઈ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી
કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રેસ્ક્યુ કરાયેલા આ તમામ વ્યક્તિઓને સેન્ટર હોમ ખાતે લઈ જઈ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં રહી છે
ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી તેમજ મધ્યપ્રદેશ સહિતના રાજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે નર્મદા નદી ગાંડીતુર બની છે જેના કારણે ભરૂચ, રાજપીપળાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા તો આ સાથે જ પુર જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. કાંઠા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી.
વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકારની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. તો આ સાથે જ ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે દોઢ દિવસમાં 110 ટકા પાણી આવ્યું છે.ઉપરવાસમાં વરસાદથી નર્મદામાં પાણીની આવક નોંધાઈ છે આઠ જિલ્લામાં 12644 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આજે કોઈપણ ગામ સંપર્ક વિહોણા નથી તો આ સાથે જ NDRF,SDRFની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે સૌથી વધુ વરસાદ ગુજરાતના ગોધરામાં નોંધાયો છે. ગોધરામાં 24 cm વરસાદ નોંધાયો છે જ્યારે પૂર્વ રાજસ્થાનના નિથુવામાં 21 સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો પશ્ચિમ રાજસ્થાનના પાલીમાં 20 cm વરસાદ નોંધાયો છે ઓડિશાના સુંદરગઢ વિસ્તારમાં 13 સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો.
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડવાથી નર્મદા સરોવરની જળ સપાટીમાં વધારો થયો હતો. વરસાદ ધીમો પડતા નર્મદા સરદાર સરોવરની જળ સપાટી સ્થિર બની હતી 138.68 મીટર જળ સપાટી સ્થિર થઈ હતી. નર્મદા ડેમમાં 6.15 લાખ ક્યુસેક પાણીની આવક થાય છે તો આ સાથે જ નર્મદા કાંઠા વિસ્તારમાં પાણી ઓસરી રહ્યા છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના દરવાજા બંધ કરાયા હતા.
મળતી માહિતી પ્રમાણે રાજ્યના 80 ડેમ 990 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે મોટાભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને રાખવામાં આવ્યું છે નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી આપેલ છે વરસાદને કારણે કોઈ જાનહાની કે મોટી માલહાની ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે.