બીએપીએસ સ્વામીનારાયણના સંતો ભરૂચ અંકલેશ્ર્વરના પુર પીડિતોની વ્હારે

હજારો અસરગ્રસ્તોને ફુટ પેકેટ, રાશન અને વસ્ત્રોનું કરાયું વિતરણ

મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ભરૂૂચ મંદિરના સંતો અને પુરુષ મહિલા સ્વયંસેવકોએ પ્રથમ દિવસથી જ તડામાર તૈયારીઓનો આરંભ કર્યો હતો.
મંદિરના સંતો અને સ્વયંસેવકો દ્વારા છેલ્લા છ દિવસો દરમિયાન 35,000થી વધારે પૌષ્ટિક ફૂડપેકેટ્સ તૈયાર કરી પૂરગ્રસ્તોને પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 25,000 થી પણ વધારે અસરગ્રસ્તોને પૂરી, શાક, ખીચડી, દાળ-ભાત વગેરેનું ગરમાગરમ ભોજન જમાડવામાં આવ્યું હતું. ભોજન સાથે પૂરગ્રસ્ત કુટુંબોને પોશાક પણ મળી રહે તે હેતુથી વસ્ત્ર વિતરણનું કાર્ય કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પૂરગ્રસ્ત આ કુટુંબોને ઘણા દિવસો સુધી રાશન મળી રહે તે હેતુથી રાશન કીટ જેમાં 17થી 18 કિલોઅનાજ જેમાં ઘઉંનો લોટ, ચોખા, દાળ, તેલ, ખાંડ, હળદર, મરચું, ધાણાજીરું, રાય, મીઠું, શાકભાજી વગેરેનું વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આવી લગભગ2500 કરતા પણ વધુ રાશનકીટ સંસ્થાના સ્વયંસેવકો અને સંતો દ્વારા આ પૂરગ્રસ્તકુટુંબોનેપહોંચાડવામાં આવી હતી. સાથે પૂરગ્રસ્ત અનેક પશુપાલકોના પશુઓને પણ ઘાસચારો મળી રહે તે હેતુથી ટન બંધ સૂકા તથા લીલા ઘાસચારાનું પણ સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
રાહતકાર્ય દરમ્યાન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ભરૂચના સંતો અને સ્વયંસેવકોએ અપાર જેહમત ઉઠાવીને, પૂરનો કાદવ ખૂંદીને કેડસમાં પાણીમાં જઈને કે નાવમાં બેસીને પણ બેટ વિસ્તારના અનેક અસરગ્રસ્ત ગામો તેમજ લોકો સુધી પહોંચી સમાજસેવાનું આ કાર્ય કર્યું હતું. જ્યાં સુધી પૂરની પરિસ્થિતિ રહી ત્યાં સુધી અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાનું રાહત કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. સંસ્થાના સંતો અને સ્વયંસેવકોની આ નિસ્વાર્થ સેવાથી રાહત પામેલા હજારો અસરગ્રસ્તોએ હૃદય પૂર્વક બીએપીએસ સંસ્થા પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ