ઉનામાં 224 મી જલારામ જયંતિ નિમીતે ધામધૂમથી શોભાયાત્રા નિકળી


ઉના રઘુવંશી સમાજ દ્રારા આયોજીત 224 મી જલારામ જયંતિ નિમિતે ડી.જે તાલ ભવ્ય શોભાયાત્રા સાથે શહેરના માર્ગો તેમજ બજારોમાં ધામધુમ પૂર્વક નિકળી હતી. આ પ્રસંગે રઘુવંશી સમાજના આગેવાનો વડીલો મહીલાઓ બાળકો સહીત બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.224 મી જલારામ જયંતિ નિમિતે ઉના શહેરમાં રઘુવંશી સમાજ રઘુવંશી યુવા ગ્રુપ આયોજીત જલારામ જયંતિ નિમિતે જલારામ વાડીએ થી પાલખી નિકળી હતી. ઉના શહેરનાં રાજમાર્ગો પરથી ત્રિકોણ બાગ, ટાવર ચોક તેમજ મુખ્ય બજાર માંથી ડી. જે. ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રા દરમ્યાન ટાવર ચોક ખાતે ધારાસભ્ય કે.સી રાઠોડ, ઉના નગર પાલીકા પ્રમુખ પરેશભાઇ બાંભણીયા, ન. પાલિકા નગર સેવક અલ્પેશ બાંભણીયા સહીતના લોકોએ જલારામ બાપાને ફુલ હારતોરા પહેરાવી અને પાલખીની શોભાયાત્રા વધારી હતી. અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યશવંતભાઇ બાંભણીયા તથા બજરંગ દળ પ્રમુખ પાર્થ રૂપારેલિયા સહીતના બહોળી સંખ્યામાં લોકો તેમજ રઘુવંશી સમાજના આગેવાનો, વડીલો, મહીલાઓ બાળકો સહીત પાલખીમાં જોડાય ધન્યતા અનુભવી હતી.

રિલેટેડ ન્યૂઝ