ઉનામાં 15 પ્રસુતા મહિલાઓએ 22 જાન્યુઆરી પ્રસૂતા માટે નક્કી કરી

પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓ બોલી સંતાન જન્મ માટે રામ મંદીરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જેવો રૂડો અવસર ક્યારે મળે!!

22 જાન્યુઆરી નાં અયોદયા માં રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશ ભરમાં મનાવાય રહ્યો છે આ દિવસે ધરે ધરે રંગોળી દિવા તેમજ આતશબાજી થશે તેમાંય આ પાવન દિવસે અગિયારસ પણ હોવાથી સૌ કોઈ મોટા દિવસ ને ઉજવી રહ્યા છે અને શુભ કાર્ય કરી રહ્યા છે પરંતુ નવી પેઢી માં એક અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે કે કોઈ નાં ધરે પારણું બંધાવવાનુ હોય તો લોકો દિવસ નું ચોગડીયુ અને વાર નક્કી કરતાં હોય છે તેમાંય પ્લાન્ટ ડિલિવરી હોય તો આવું શક્ય બને ત્યારે 22 જાન્યુઆરી એ પણ કંઇક અલગ થવા જઈ રહ્યું હોય તેમ ઉના માં આજે 15 થી વધું પ્રેગ્નન્સી ધારણ કરેલી મહિલા ઓ એ અગાઉ થીજ પ્રસૂતા માટે ની તારીખ 22 જાન્યુઆરી નક્કી કરી હોવાનું નું તબિબો માંથી જાણવા મળી રહ્યું છે
વિશેષ માં સ્થાનિક તબિબો નાં જણાવ્યા મુજબ પ્રેગનન્સી મહિલા નાં પરિવાર જનો પણ હર્ષ થી કહીં રહ્યા છે કે અમારા આંગણે 22 જાન્યુઆરી એ બાળક અવતરે તેનાથી વિશેષ રૂડો અવસર કયો હોઈ શકે? કારણ કે એક તરફ અયોદયા માં રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો અવસર ઊજવાતો હોય અને બીજી તરફ ધર આંગણે પારણાં માં બાળક ની કિલકારી ગુંજતી હોય તેનાં થી મોટું શું હોઈ શકે? આ પાવન દિવસે ગાયનેક તબીબો પોતાની ફરજ પર 24 કલાક હાજર રહેતાં હોય રામલલ્લા ની પ્રતિષ્ઠા નાં દિવસે દીવાળી જેવો માહોલ સર્જાયો હતો તે પ્રસંગ ની સાથે ધરે નવાં બાળક રૂપે મહેમાન નું આગમન થાય તેનાંથી વિશેષ આનંદ એક પણ હોઈ શકે નહીં!!

જન્મ દિવસની તારીખ માટેનો દિવસ ક્રેઝ બની રહ્યો છે: ડો. અલ્કાબેન વકીલ
ગાયનેક નિષ્ણાત મહિલા ડોક્ટરો અલ્કાબેન વકીલ કહે છે કે દર વર્ષે લોકો નો આગ્રહ હોય છે કે જન્માષ્ટમી પર્વ નિમિત્તે એ બાળક નો જન્મ થાય તેમજ 12/12/2012 નો દિવસ એ તારીખ નો ક્રેઝ હતો અને હજું પણ આવી તારીખો નો ક્રેઝ જોવા મળી રહ્યો છે પણ 22 જાન્યુઆરી એ જાણે રાષ્ટ્રીય તહેવાર હોય તેમ પ્રસૂતા સ્ત્રીઓ માં પણ અનોખો ઉત્સાહ જોવાં મળી રહ્યો છે સામાન્ય દિવસોમાં પ્રસૂતા થતિ હોય ત્યારે પણ ઉત્સાહભેર પરીવારજનો હોય છે પરંતુ 22 જાન્યુઆરી એ પ્રસુતા નો ઉમંગ બમણો થઈ ગયો છે રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા નાં દિવસે સંતાન પ્રુથ્વી પર અવતરે એ દિવસે ચોધડીયુ કે મુર્હૂત ની જરૂર રહેતી નથી ખુદ રામ લલ્લા અયોદયા માં ભવ્ય મંદિર માં બિરાજમાન થયા જઈ રહ્યા છો આ દિવસ મોટાં માં મોટો કહેવાય અને તે દિવસે બાળક નું જન્મવું એ જીંદગી ભરની યાદગીરી રહે તેવાં આગ્રહ સાથે 15 ડીલેવરી પ્રસૂતા મહિલાઓએ નક્કી કરી રાખી છે.

ડીમાન્ડ ડેટ ડીલેવરીનો આગ્રહ રાખવામાં આવ્યો છે: ડો. આશિષ વકિલ


પ્રસૂતા નાં પરીવાર જનો એ ધણી પ્રેગ્નન્સી ધારણ કરેલ મહિલા ની ડિલિવરી 22 જાન્યુઆરી નાં થાય તેવી ડીમાન્ડ ડેટ આગ્રહ કર્યો હતો અને આ મહિલા એ પોતાના આવનારાં સંતાનો નાં નામ પણ નક્કી કરી લીધાં છે પુત્ર જન્મે તો રામ અને પુત્રી જન્મે તો સીતા રાખવાં અત્યારથી નક્કી કરેલાં છે અને ઉમંગ સાથે કહે છે કે રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશ ભરમાં છે એટલેજ પ્રસૂતા સ્ત્રીઓ એજ પ્લાન્ટ ડિલિવરી માટે ઈચ્છા દર્શાવી હતી.

પ્રસૂતાઓએ જ પ્લાન્ટ ડિલિવરી માટે ઈચ્છા દર્શાવી: ડો. મયુર લુણાગરિયા


મહેતા હોસ્પિટલ ઉનાનાં તબીબ મયુરભાઈ લુણાગરિયા એ જણાવેલ કે સગર્ભા મહિલા પ્રસૂતિ માટે નો આખરી દીવસ 22 જાન્યુઆરી નો હોવાનો આગ્રહ સાથે પ્લાન્ટ ડિલિવરી કરવા ઈચ્છા દર્શાવી હતી તેનું બાળક ઐતિહાસિક દિવસે જન્મ લે તેવી ર્હદયની ભાવના લાગણી સાથે પ્રસૂતા અને તેનાં પરીવારો જનો નાં ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી.

રિલેટેડ ન્યૂઝ