રાજ્યની સરકારી હાઇસ્કૂલોમાં ફરજ બજાવતા વ્યાવસાયિક ટ્રેનરોનો પગાર વધારવા માંગ

વર્ષ-2016થી એસ.એસ.એ. પ્રોજેકટ હેઠળ 1750 કર્મચારીઓ બજાવી રહ્યા છે ફરજ: અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો પગાર અપાતો હોવાનું બહાર આવ્યુ

રાજ્યની વિવિધ સરકારી હાઇસ્કૂલમાં વર્ષ 2016થી વ્યાવસાયિક શિક્ષણ અંતર્ગત 1750 જેટલા વ્યાવસાયિક ટ્રેનરો ફરજ બજાવી રહ્યા છે જેમની નિમણૂંક થઇ ત્યારથી અત્યાર સુધીમાં 15 થી 17 હજારનો પગાર મળે છે. કોઇ વધારો થયો નથી તેથી આ વોકેશનલ ટ્રેનરોનો પગાર વધારી આપવા લાગણી વ્યકત થઇ છે. વ્યાવસાયિક ટ્રેનરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 2016થી વિવિધ સરકારી હાઇસ્કૂલમાં એસ.એસ.એ. પ્રોજેકટ હેઠળ વ્યાવસાયિક શિક્ષણની શરૂઆત થઇ હતી અને હાલમાં અમે વિવિધ ટ્રેડમાં તમામ સરકારી હાઇસ્કૂલમાં લગભગ 1750 વ્યાવસાયિક ટ્રેનર છીએ.
અમને દર મહિને 15,000થી 17,000 પગાર મળે છે અને અમારી નિમણૂક થઇ ત્યારથી અમારી નોકરીમાં કોઇપણ પ્રકારનો પગાર વધારો થયો નથી, જ્યાં ભારતના અન્ય રાજ્યો જેમકે પંજાબ, કેરળ, ઓડિશા, હરિયાણા વગેરે. આ રાજ્યોમાં વ્યાવસાયિક ટ્રેનરને 30,000થી વધુ પગાર મળે છે. જે મહિને ગુજરાતની સરખામણીમાં ઘણો વધારે છે.
અમે ધોરણ 10થી ભણાવીએ છીએ. 9 થી ધો. આટલા મોંઘવારીના સમયમાં દર મહિને 15,000 પગારે 12 જેથી ઓછા પગારમાં અમારા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. તેથી મારી તમને અપીલ છે કે તમે સરકાર સામે આ મુદ્ો ઉઠાવો જેથી તેઓ અમારા પગારમાં વધારો કરી શકે, મને આશા છે કે તમે અમારી સ્થિતિને સમજશો અને શકય તેટલી વહેલી તકે જરૂરી કાર્યવાહી કરશો તેવી અપેક્ષા રાખીએ છીએ તેમ પત્રના અંતે તેમના દ્વારા ઉમેરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ