દિવ તડ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને દારૂની બોટલો રોડ પર રેલમછેલ થઇ !!

બંને બાઈક ચાલકોને ઈજા પહોંચતાં લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયા, પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ કરતાં દારૂનો જથ્થો મળ્યો

ઉના દીવ રોડ પર દારૂ ની હેરાફેરી નાં કારણે અને નશા ની હાલતમાં વાહનો ચલાવવા નાં કારણે અકસ્માતોની ઘટનાં અવાર નવાર બનતી રહેતી હોય જેમાં નિર્દોષ માનવી ઓ ને ગંભીર ઈજા અને જીંદગી છીનવાતી હોવાનું જોવા મળી રહે છે.ગત રાત્રિના સમયે દિવ વિસ્તાર નજીક આવેલાં તડ ગામ તરફ આવતી બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને રોડ પર ફંગોળાઈ જતાં બન્ને બાઈક ચાલકોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ હતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાતા લોકો અને પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી જતાં બાઈક નો ભુક્કો બોલી જતાં અને બાઈક નાં અંદર થી ઈંગ્લીશ ની દારૂ ની બોટલો નો જથ્થો ભરેલ હોય તે બહાર રોડ પર વેરણછેરણ થતાં પોલીસ એ આ બોટલો એક્ઠી કરવાં રાત્રિનાં અંધારા માં કામગીરી આરંભી હતી. દીવ નજીક તડ,કોબ, ચિખલી,કાજરડી, સહિત નાં દરિયા કાંઠા નાં વિસ્તારો નજીક પડતાં હોય દીવ ચોકડી પર આવેલાં દારૂ નાં બાર આવેલાં હોવાથી મોટાભાગના બુટલેગરો અને નશો કરતાં બંધાણી ઓ સાંજે દીવ તરફ બાઈક લઈને જતાં હોય છે અને મોડીરાત્રે નશાની હાલતમાં દારૂ નો જથ્થો બાઈક અંદર લઇ નિકળતાં હોય છે તેનાં કારણે અકસ્માત ની ઘટના સર્જાતી હોવાનાં કારણે મોટાં ભાગે યુવાનો ઈજાગ્રસ્ત થતાં હોય છે એટલું નહીં જીંદગી ગુમાવતાં હોવાના બનાવો સામે આવી રહ્યા છે તડ ચેકપોસ્ટ કાયમી પોલીસ નિગેહ બાની હોવાછતાં ઉપરોક્ત ગામિણ વિસ્તારોમાં દારૂ ની હેરાફેરી કેમ જોવાં મળે છે તે પણ તપાસ નો વિષય બની રહ્યો છે બાઈક અકસ્માત સર્જાયો હતો તે વાહન માંથી દારૂ ની બોટલો રેલમછેલ રોડ પર થયેલ આ દારૂ કેવીરીતે ચેકપોસ્ટ પર થી ગુજરાત ની હદ સુધી ધુસી ગયો હતો તે આશ્ર્ચર્ય પમાડે તેવું જણાવી આવે છે પોલીસ દ્વારા આ અકસ્માતમાં ગુન્હો નોંધી તપાસ કરશે ખરી?? તેવાં સવાલો ઉઠી રહ્યા છે

રિલેટેડ ન્યૂઝ