ઉનાનાં ખાણ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ નવજાત શિશુ તરછોડાયેલ હાલતમાં મળી આવ્યું

પોલીસે બાળકની માતા સુધી પહોંચવા શંકાસ્પદ મહિલાની પુછપરછ હાથ ધરી

ઉના શહેરના વરસીગપુર રોડ ઉપર આવેલ ખાણવિસ્તારમાં અવવારૂ જગ્યાએ નિરંકુશ માતાએત્યજીદીધેલુંનવજાતશિશુ મળી આવતાં પોલીસે કબજે કરી ને ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે
ગીરગઢડા રોડ પર આવેલ એચડી એફ બેંક ની સામે આવેલ રહેણાંકી ખાણ વિસ્તારમાં સવારે દશ વાગ્યા આસપાસ નાં સમયે ત્યજી દીધેલું બાળક પડ્યું હોવાની જાણ પોલીસ ને થતાં પી એસ આઇ સી બી જાડેજા તેમજ મહિલા પી એસ આઇ આર એન સુવા સહિત નો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નવજણ શીશુ નો કબ્જો મેળવી તાત્કાલિક સારવાર અર્થે ઊના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું ત્યાર બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરતાં જે જગ્યાએ નવજાત શિશુ મળી આવેલ તેનાથી થોડે દૂર રહેતી દેવીપૂજક મહિલા ની પુછપરછ કરતાં તેમજ તેનાં ધરે તપાસ કરતાં આ શંકાસ્પદ લોહી નાં ડાધા મળી આવતાં કલાકો ની પુછપરછ બાદ પણ મહિલા આ ધટના બાબતે મગનું નામ મરી નાં પાડતાં પોલીસે પણ નવજાત શિશુ ની માતા સુધી પહોંચવા મુંજવણમાં મુકાઈ ગયેલ છે હાલ તપાસ નો ધમધમાટ ચાલી રહ્યો છે અને વિવિધ દિશામા તપાસ કરી રહી છે આ શંકાસ્પદ મહિલા નાં ધર ની તદન નજીક નવજાત શિશુ મળી આવેલ અને ધર ની તલાસી લેતા ધર નાં બાથરૂમ માં લોહી નાં ડાધા વાળા કપડાં મળી આવતાં તેમજ જે જગ્યાએ નિરંકુશ માતા એ બાળક ત્યજી દીધેલું ત્યાંથી લઈ ને શંકાસ્પદ દેવીપુજક મહિલા નાં ધર સુધી લોહી નાં ટીપાં નાં નિશાન મળી આવતાં હોય પોલીસે આજુબાજુના વિસ્તારમાં લાગેલાં સી સી ટીવીના કેમેરા કુટેજ તપાસવામાં આવ્યા હતા પણ તેમાંથી કોઈ મહત્વ ની કડી મળી નહીં હોવાથી એફ એસ એલ ની મદદથી આ શિશુ ની માતા ને જડપી લેવાં કાર્યવાહી હાથ ધરી છે.

નવજાત શિશુ મળ્યું ત્યાં અને શંકાસ્પદ મહિલાનાં ધરમાં તાજુ લોહી જોવાં મળ્યું!!
સમગ્ર ધટના માં ઉડી આંખે વળગે તેવી કોઈ વાત હોય તો એ છે કે જે સ્થળે થી નવજાત શિશુ મળ્યું ત્યાં તેમજ દેવીપૂજક શંકાસ્પદ મહિલા નાં ધર માં તાજા લોહી નાં નિશાન જોવાં મળતાં પોલીસ ને એક એવી પણ શંકા છે કે શંકાસ્પદ મહિલા નાં ધરે કોઇ એ પ્રસુતિ કરાવ્યા બાદ નવજાત શિશુને અવવારૂ જગ્યાએ તરછોડી દિધું હોય તેવું લાગી રહ્યું હોવાથી આજુબાજુના વિસ્તારો માં પણ ખાનગી રાહે ઝીણવટભરી તપાસ શરૂ કરેલ હોય પરંતુ પોલીસ બાળક ની માતા ને શોધવા સફળ થયેલ નથી
હું માસિક ધર્મમાં હોવાથી તેનાં લોહીનાં ડાધા છે: શંકાસ્પદ મહિલાની પોલીસ પાસે કબુલાત
ત્યજી દીધેલું બાળક મળ્યા બાદ પોલીસે શંકાસ્પદ દેવીપૂજક મહિલા ની પુછપરછ મહિલા પી એસ આઇ સુવા એ શરૂ કરતાં મહિલા અધિકારી સમક્ષ શંકાસ્પદ મહિલા એ એવી કબુલાત કરી હતી કે પોતે આજે સવારે માસિક ધર્મ માં આવતાં તેનાં લોહીનાં ડાધા હોવાની વાત જણાવતાં આ વાત મહિલા પોલીસ અધિકારી નાં ગળે ઉતરતી નથી કારણકે સ્થળ પર જે જોવા મળ્યું તેનાથી વિપરીત વાત આ શંકાસ્પદ મહિલા કરતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું

રિલેટેડ ન્યૂઝ