બાંટવા SBI પાસે કાયમી ટ્રાફીક સમસ્યા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા બાંટવા શાખામાં રોજ અનેક માણસોની અવર જવર થઇ રહી છે અને સાથો સાથ ગામડાઓમાંથી પણ ખેડુત લોકો અહીં પાક ધીરાણના ખાતાઓ છે તેથી દરેક ખાતેદારો પોતાની બાઇક લઇને મોટે ભાગે આવતા હોય છે અને બાઇક કયાં પાર્ક
કરવું તે માથાનો દુ:ખાવો બની ગયો છે.
થોડા સમય પહેલા પાકીંગ માટે સામે આવેલ બગીચામાં પાર્ક કરતા હતા પરંતુ હવે ત્યાં નગર પાલિકા તેમની નવી બીલ્ડીંગ બનાવી રહ્યું છે. તેથી ગેટ બંધ કરવામાં આવી રહ્યો છે. અને પરેશાનીની પરાકાષ્ટાએ પહોંચી છે. વેપારીઓની દુકાનો સામે આ મોટર સાયકલોના થપ્પા હોવાથી ગ્રાહકોને પણ પરેશાનીનો સામનો સામનો કરવો પડે છે.
આ બાબતે ભાજપના સુનિલ જેઠવાણીએ જણાવ્યું છે કે આ મુખ્ય બજાર હોય ટ્રાફીકની સમસ્યા ના ઉકેલ માટે બેંક સત્તાધીશોએ પાકીંગ વાળી જગ્યાએ વ્યવસ્થા ગોઠવવી જોઇએ જેથી કરી અગાઉના વર્ષોમાં એક લુંટનો બનાવ બન્યો હતો. તેવો બનાવ કોઇ સાથે ન બન્ને અને કાયમી માથાકુટનો અંત આપે આ ટ્રાફીક સમસ્યા વિક્ર બનતી જાય છે.

રિલેટેડ ન્યૂઝ