નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વાર્ષિક રૂા.૪૦૦ કરોડ સુધીની સ્કોલરશીપ આપવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં છે.
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શિક્ષણ ક્ષેત્રે અંદૃાજિત રૂા.૧૫૦૦ કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરશે. આ યોજનાઓમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદૃાવાદૃની જ્ઞાનદૃા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે મુખ્યમંત્રી દ્વારા આ બંને યોજનાઓનો પ્રારંભ કરાવવામાં આવશે. ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી કુબેર િંડડોર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ ૯ થી ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે.
ધોરણ ૯ થી ૧૨ નો અભ્યાસ પૂર્ણ કરનારી દૃરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત રૂા.૫૦,૦૦૦ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદૃાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી અંદૃાજિત ૧૦ લાખ કન્યાઓને આપવામાં આવશે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વાર્ષિક રૂા.૪૦૦ કરોડ સુધીની સ્કોલરશીપ આપવામાં આવશે.