પંચાળા ઘેડના સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવ રાસોત્સવ અને શાકોત્સવનું ભવ્ય આયોજન

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ કે જે ભૂમિ ઉપર સ્વામિનારાયણ ભગવાન અનેક વખત પધાર્યા છે સ્વામિનારાયણ ભગવાને પંચાળા ની આ ભૂમિ ઉપર સંતો અને હરિભક્તો સાથે હોળીનો રંગ ઉત્સવ પણ ખુબજ ધામે ધુમે ઉજવ્યો હતો તે યાદને તાજી રાખવા માટે પંચાળા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા પરંપરાગત મુજબ દર વર્ષે હોળી નો ઉત્સવ ખુબજ ધામ ધુમ થી ઉજવાય છે
200 વર્ષ ની પરંપરા મુજબ આગામી તારીખ 25 3 24. સોમવારે પૈડવા ના પવિત્ર દિવસે પંચાળા ઘે ડ ના સ્વામિનારાયણ મંદિર માં મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ ચરણદાસજી સ્વામિ ના માર્ગદર્શન મુજબ સાકોત્સવ રંગોત્સવ અને રાસોત્સવ પરંપરાગત રીતે ભવ્યથી ભવ્ય આયોજન કરાયું છે
સવારે 9: વાગે કથા વાર્તા 10:વાગે રાસ ઉત્સવ અને 11 વાગે રંગ ઉત્સવ ત્યારબાદ બાર વાગે શાક ઉત્સવ મહાપ્રસાદનો આયોજન કરેલ છે તો આ પ્રસંગે ગામેગામ થી તમામ હરિભક્તો એ ખાસ પધારવા પંચાળા મંદિરના મહંત શાસ્ત્રી શ્રી ઘનશ્યામ ચરણદાસ સ્વામી એ જણાવેલ છે

રિલેટેડ ન્યૂઝ