રાજકીય અખાડો બનેલી મોવિયા ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર

સરપંચ સહિત 6 સભ્યના વિરોધમાં 8 સભ્યોએ મત આપતા બજેટ નામંજૂર થયું: બે મોટા માથાઓ ની રસ્સાખેંચ વચ્ચે ગ્રામ પંચાયત વિસર્જન તરફ:

છેલ્લા ઘણા સમય થી વાદવિવાદ વચ્ચે ઘેરાયેલી ગોંડલ તાલુકા નાં સૌથી મોટા ગામ પૈકીના મોવિયા ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થયું છે. સરપંચ કંચનબેન રોહિતભાઈ ખૂંટે નાટકીય ઢબે સરપંચ પદેથી આપેલા રાજીનામા બાદ પંદર દિવસ માં રાજીનામું પરત ખેંચવા ની ઘટનાં બાદ મળેલી બજેટ બેઠક માં સરપંચ સહિત 6 સભ્યો સામે વિરોધમાં 8 સભ્યોએ મત આપતા બજેટ નામંજૂર થયું છે. ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતા ગ્રામ પંચાયતની સરપંચ સહિતની પંચાયત બોડી સુપરસીડ થવાની સંભાવના છે.
ગોંડલ તાલુકાનાં મોવિયાનું રાજકારણ હંમેશા વાદવિવાદો થી ભરેલું રહ્યું છે. મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંચનબેન રોહિતભાઈ ખૂંટે નાટકીય ઢબે સરપંચ પદેથી આપેલ રાજીનામા બાદ પંદર દિવસ માં પલટવાર કરી રાજીનામું પરત ખેંચવા ની ઘટના બાદ મળેલી પ્રથમ બેઠક માં બજેટ નામંજૂર થયું છે. તાલુકા વિકાસ અધિકારી એ અવલોક સૂચન સાથે મોકલાવેલ વર્ષ 2024/25નું બજેટ પંચાયતના બહુમતિ સભ્યોએ નામંજુર કર્યું છે. ગ્રામ પંચાયત બજેટ મિટીંગમાં સરપંચ કંચનબેન ખૂંટ સહિતા કુલ 14 સભ્યો હજાર રહ્યા હતા. સરપંચ સાથે 6 સભ્ય અને વિરોધમાં 8 સભ્યોએ મત આપ્યા હતા.
ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતા ગ્રામ પંચાયતની સરપંચ સહિતની પંચાયત બોડી સુપરસીડ થવાનો માર્ગ મોકળો થયો છે.બીજી બાજુ સતાની સાંઠમારી માં મોવિયા નો વિકાસ હાલ ટલ્લે ચડ્યો છે
ગ્રામ્ય પંચાયતમાં સતાની રસ્સાખેંચ વચ્ચે શિસ્તબદ્ધ કહેવાતા ભાજપનાં બે જુથની લડાઈ પરાકાષ્ઠા પર પંહોચી છે. મોવિયા ગોંડલનાં રાજકારણનું એપી સેન્ટર ગણાય છે. ગ્રામ્ય પંચાયત કબ્જે કરવા ભાજપનાં જ કિશોરભાઈ અંદીપરા અને કુરજીભાઈ ભાલાળાનાં જુથ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહીછે. તેના કારણે તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ્ય પંચાયતનું રાજકારણ ચકડોળે ચડ્યું છે.

રિલેટેડ ન્યૂઝ