આજે પાલીતાણામાં છ ગાઉની યાત્રા-ઢેબરીયો મેળો

છ ગાઉની યાત્રા યોજાશે : 1લાખ ભાવિકો જોડાશે

જૈન તીર્થધામ પાલીતાણા ખાતે પ્રતિ વર્ષની માફક શત્રુંજય ગિરિરાજની ફાગણ સુદ તેરસની છ’ ગાઉની યાત્રા યોજાશે. જેમાં એક લાખ જેટલા ભાવિકો યાત્રા કરી પુણ્યનું ભાથું બાંધશે. પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ તા.23ને શનિવારે ફાગણ સુદ તેરસના રોજ પાલીતાણામાં શેત્રુંજય તીર્થ ખાતે છ ’ ગાવની યાત્રા યોજાશે.જેમાં એક લાખ જેટલા ભાવિકો યાત્રા કરી પુણ્યનું ભાથુ બાંધશે.વહેલી સવારથી જ ભાવિકો યાત્રાનો પ્રારંભ કરશે. ભાવિકોપાલીતાણા શહેરમાં આવેલ તળેટીથી પ્રારંભ કરીને ગિરિરાજ ઉપર દાદા આદેશ્વર ભગવાનના દર્શન કરી પાછળની બાજુ એટલે કે ઉલ્લેખાજલ, ચંદન તલાવડી,ભાડવા ડુંગર પર રહેલ ચરણ પાદુકાના દર્શન કરી પાછા આદપુર ગામમાં આવેલા સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ કરશે. સિદ્ધવડ ખાતે 96 પાલનું આયોજન કરાયું છે.જેમાં ભાવિકોને ઢેબરા દહીં,ફળ,સુકામેવા વગેરે પીરસવામાં આવશે.જેનો બહોળી સંખ્યામાં ભાવિકો ધર્મલાભ લેશે. પાલીતાણા આદપુર જૈન તીર્થ ખાતે તા.23.3.2024ને શનિવારના રોજ છ ગાવ યાત્રા (ઢેબરાતેરસ) મેળો યોજાનાર છે ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લા સહિતના અનેક જિલ્લાઓમાંથી યાત્રાળુઓ છ ગાવ યાત્રા એ આવતા હોય છે ત્યારે તેઓને સરળતાથી અવર જવર કરી શકે તે માટે ભાવનગર ડિવિઝન એસ.ટી.વિભાગ દ્વારા વિશેષ ભાડા સાથે આશરે 40 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે. તા.23 થી મેળો પૂર્ણ થાય ત્યા સુધીના સમયગાળા દરમ્યાન એસ.ટી.વિભાગ દ્વારા બસોનું સંચાલન કરાશે. જેનો તમામ યાત્રિકોએ આ વિશેષ સુવિધાઓનો લાભ લેવા ભાવનગર એસ. ટી. ડીવીઝન દ્વારા અનુરોધ કરાયો છે. ગાઉ જાત્રામાં “મેડીકલ રાહત – વૈયાવચચ વ્યવસ્થા ભાવનગર સ્થિત પ્રાર્થના મેડિકલ ટીમ દ્વારા 23 વર્ષથી ડો. તેજસભાઈ દોશીના માર્ગદર્શન નીચે 15 થી વધુ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, અને સ્વયંસેવકો (59 થી વધુ સભ્યોની ટીમ) રામપોળ, ગીરીરાજ ઇન્સ્પેક્ટર ઓફિસ, ઘેટીની બારી, ચંદન તલાવડી, રાતી તલાવડી, ભાડવો ડુંગર આ તમામ પોઇન્ટ ઉપર પ્રાથમિક સારવાર માટે યાત્રાળુઓની સેવામાં જાત્રા દરમ્યાન રહશે.

રિલેટેડ ન્યૂઝ