આઇસીઆઇસીઆઇ બેંકે કચ્છમાં બ્રાન્ચ શરૂ કરી બ્રાન્ચમાં 24ડ્ઢ7 એટીએમ ઉપલબ્ધ છે


આઇસીઆઇસીઆઇ બેંકે કચ્છ જિલ્લામાં તેની 17મી બ્રાન્ચ મુંદ્રા તાલુકામાં શરૂ કરી છે. આ બ્રાન્ચ ગ્રાહકોને ઉપાડની સુવિધા પ્રદાન કરવા માટે એટીએમથી સજ્જ છે.
ગુજરાત વિધાનસભામાં 2-માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ બ્રાન્ચનું ઉદઘાટન કર્યું હતું.
આ બ્રાન્ચ સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ, ટ્રેડ અને ફોરેક્સ સર્વિસિસ, ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝિટ, લોન – બિઝનેસ લોન, હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન અને ગોલ્ડ લોન સહિત નિવાસી અને બિન-નિવાસી ભારતીયો રેમિટન્સ અને કાર્ડ સર્વિસિસ સહિતની વિશાળ શ્રેણી ઓફર કરે છે. તે લોકરની સુવિધા પણ પૂરી પાડે છે. આ બ્રાન્ચ સોમવારથી શુક્રવાર તથા મહિનાના પ્રથમ, ત્રીજા અને પાંચમા શનિવારે સવારે 9.30થી બપોરે 3.00 વાગ્યા સુધી કાર્યરત છે.
આ બ્રાન્ચ ટેબ બેંકિંગ સુવિધા પણ ઓફર કરે છે, જે ટેબલેટ ઉપકરણ દ્વારા કર્મચારી ગ્રાહકોના સ્થળે જ લગભગ 100થી વધુ સેવાઓ પ્રદાન કરે છે. આ સેવાઓમાં એકાઉન્ટ ખોલવું, ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી), ચેક બુક રિકવેસ્ટ કરવી, ઇ-સ્ટેટમેન્ટ મેળવવા, સરનામામાં ફેરફાર વગેરે સામેલ છે.
આઇસીઆઇસીઆઇ બેંક ગુજરાતમાં આશરે 490 બ્રાન્ડ તથા 1205થી વધુ એટીએમ અને કેશ રિસાઇકલિંગ મશીન (સીઆરએમ)નું નેટવર્ક ધરાવે છે.

રિલેટેડ ન્યૂઝ