દીવમાં ઘોઘલા ખારવા સમાજ દ્વારા મઢીનો તહેવાર ઉજવાયો

દેશમાં કોઈ એક તહેવાર માત્ર એક જ સ્થળે ઉજવાતો હોય તેવું બહુ જુજ કિસ્સામાં જોવા મળે છે આવો જ એક તહેવાર મઢીનો છે મઢી પર્વ દેશરમાં માત્ર દિવના ઘોઘલા ખારવા સમાજ દ્વારા ઉજવાય છે.
ઘોઘલામાં ખારવા સમાજ દ્વારા પ્રતિ વર્ષ ધુળેટી પછીના પહેલા સોમવારે મઢીનો તહેવાર ઉજવાય છે. મઢી અથાત ભગવાન શિવ-પાર્વતીની પાલખી યાત્રા પ્રતિ વર્ષ જે ચોરાનો વારો હોય તે ચોરામાંથી મઢી નિકળે છે. ઘોઘલામાં કુલ સાત ચોરા છે જેમાં આ વર્ષે ચાચણના ચોરાનો વારો છે.
મઢી પર્વની શરૂઆતમાં સવારે શિવ-પાર્વતીને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. પરંપરાગત, અલગ અળગ જાતના ઘરેણા પહેરવામાં આવે છે. આ વર્ષના પટેલ ભરતભાઈ અને તેની પત્નિએ પૂજા અર્ચના અને આરતી કરી બપોરે એક વાગ્યે ચાચણના ચોરાથી શિવ-પાર્વતીની પાલખી યાત્રા ઘોઘલા ગામના મુખ્ય માર્ગો અને સાત ચોરામાં નિકળી.
આ પ્રસંગે સમાજના પટેલ તેમજ અગ્રણઓ મ્યુ. પ્રમુખ, ઉપ પ્રમુખ, કાઉન્સીલરો, વણાંકબારા ખારવા સમાજના પટેલ તેમજ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખારવા સમાજના શ્રધ્ધાળુઓ આ મઢી પર્વમાં જોડાયા.

રિલેટેડ ન્યૂઝ