એસ.ટી. બસમાં આચાર સંહિતાનો ભંગ મુસાફર હિત રક્ષક સમિતિની ફરીયાદ: વાંકાનેર ડેપોની બસમાંથી વડાપ્રધાનના ફોટા ઉતરાવાયા

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ, મહિલા સામાજિક આગેવાનો જસુબા વાંક, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની એક સંયુક્ત યાદી જણાવે છે કે ચૂંટણીની તારીખો જાહેર થતાં ની સાથે જ આચારસંહિતાનો અમલ થઈ જાય છે અને આચાર સહિતાના અમલીકરણમાં જે તે જિલ્લા કલેક્ટર (મુખ્ય ચૂંટણી અધિકારી) દરેક સરકારી અધિકારીઓને સરકારી વાહનો કે સરકારી કચેરીઓમાં થી રાજકીય મહાનુભાવોની તસવીરો હટાવી દેવા અંગે આદેશ કરવામાં આવે છે અને જે અંગે વારંવાર સૂચનાઓ પણ અપાતી હોવા છતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) ની ઘણી બસોમાં જિલ્લા કલેકટર નો આદેશનો ઉલાળીયો કરી આચારસંહિતાને અમલમાં આવ્યા ને લાંબા સમય પછી પણ એસ.ટીની બસોમાં આચાર સંહિતા નો ખુલ્લેઆમ ભંગ થાય છે. અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કેટલાક ડેપો મેનેજરો શાસક પક્ષની તરફેણ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે તાજેતરમાં વાંકાનેર ડેપો ની બસમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન ની તસ્વીરો બારી નંબર 1 અને 2 પાસે યાત્રિકોને સ્પષ્ટ નજરે દેખાય તે પ્રકારે હતી. ગઈકાલે ગજેન્દ્રસિંહ ઝાલા અમદાવાદ થી પરત આવતા હોય ત્યારે સિદ્ધપુર અમદાવાદ રાજકોટ જામનગર બસ નં ૠઉં18ણ 6089 (સિધ્ધપુર ડેપો) માં કંડકટરની સીટની ઉપરના ભાગમાંથી વડાપ્રધાનની તસવીર યાત્રિકોને સ્પષ્ટ નજરે દેખાઈ તે પ્રકારે લગાવવામાં આવી હતી જે આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હતો. જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી તેમજ બસમાંથી સિદ્ધપુર ડેપો મેનેજરને મોબાઇલમાં વડાપ્રધાનની તસવીર અંગે બસમાંથી જ ઉગ્ર રજૂઆત કરતા ની સાથે જ તસ્વીર હટાવી લેવાઈ છે.

રિલેટેડ ન્યૂઝ