મધ્યસ્થ જેલમાં કેદીઓએ રોજા રાખી ઈદની કરી ઉજવણી

હિન્દુ-મુસ્લિમ કેદીઓએ કોમી એકતાના દર્શન કરાવ્યા

પવિત્ર રમઝાન માસનો ગત તા.11/03/ 2024થી પ્રારંભ થયેલ. અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ વિશેષ આયોજન કરવામાં આવેલ હતું. આ પવિત્ર માસ દરમ્યાન બંદગી કરવા રાજકોટ મધ્યસ્થ ેલના હિન્દુ મુસ્લીમ કેદીઓએ રોઝા રાખી કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડેલ છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા, પાકા તથા પાસા કામના કુલ- 240 પુરૂષ તથા 11 મહિલા બંદિવાનોએ સંપુર્ણ માસ દરમ્યાન રોઝા રાખેલ હતા. આજે પવિત્ર રમઝાન માસની રમઝાન ઇદનો પર્વ હોય બંદીવાનોને મોલવી શાહમુદ્દીન અલીનાઓ દ્વારા નમાઝ પઢાવવામાં આવેલ અને બંદીવાનો દ્વારા એકબીજાને લઇ મુબારકની શુભકામના પાઠવેલ હતી. આ પવિત્ર પર્વ દરમ્યાન જેલ વિભાગ તરફથી તમામ કેદીઓને મીઠાઇ સ્વરૂપે ખીર-ખુરમો પીરસવામાં આવેલ હતો. આ સંપૂર્ણ કામગીરી જેલની શિસ્ત અને સલામતીને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ હતી. તમામ કેદીઓએ પણ પુરતો સાથ સહયોગ આપેલ હતો અને આ સંપુર્ણ કાર્યક્રમ ખુબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવેલ. આ તમામ કાર્યક્રમ અધિક્ષક શિવમ વર્મા (આઇપીએસ)ના અધ્યક્ષતામાં નાયબ અધિક્ષક એ.પી.જાડેજાનાઓના સુપરવિઝન હેઠળ સીનીયર જેલર બી.બી.પરમાર તેમજ અન્ય અધિકારી/કર્મચારીઓ હાજર રહેલ હતા. અધિકારીઓ દ્વારા તમામ કેદીઓને ઇદ મુબારકની શુભકામના પાઠવવામાં આવેલ હતી અને વહેલી તકે જેલ મુક્ત થઇ પોતાના પરીવાર સાથે રહે તેવી શુભકામના આપી હતી.

રિલેટેડ ન્યૂઝ