દીવમાં વણાંકબારામાં સંયુક્ત કોળી સમાજ દ્વારા ગણગોર ઉત્સવની ઉજવણી

આ ગણગૌર તહેવારનો પ્રારંભ ચૈત્ર નવરાત્રીથી થાય છે. ચૈત્ર એકમનો ગુડી પડવો તથાબીજનાદિવસે ચંદ્રદર્શન કર્યા બાદ માતાજીના મઢમાં ડાન્સ, ગરબાની રમઝટ થાય છે.
આજરોજ બીજના દિવસે દરિયા કિનારેથી માટીલાવી માટીમાંથી માતીજીની મુર્તિ બનાવી અને વિધિવત બાજોઠ ઉપર બિરાજમાન કરી માતાજીના ગુણગાન ગાઈ અને બપોરે ચાર કલાકે ધામધુમથી હોળી માતાજીના મંદિરે લાવવામાં આવ્યા અને માતાજીને હિંડોળે બેસાડવામાં અઆવ્યા ભાઈઓ અને બહેનોએ નવ માતાજી જેને કુળદેવી પણ કહેવામાં આવે છે. તેને શ્રધ્ધા પૂર્વક હિંડોળે હિચકી, પ્રાર્થના કરી આર્શીવાદ મેળવી અને ધન્યતા અનુભવી મોટી સંખ્યામા ંશ્રધ્ધાળુઓ હાજર રહી અને દર્શનનો લાભ લીધો.
આ ગૌર માવડીમાં વણાંકબારા અને વાડી વિસ્તારના તમામ ગ્રામજનો જોડાયા હતાં. દીવ જિલ્લાના આ તહેવાર વણાંકબારા અને વાડી વિસ્તારના ગામોમાં ઉજવાયો હોવાથી દરિયાઈ પટ્ટીમાં રહેતા સમાજના લોકોએ હર્ષ ઉલ્લાસથી ભાગ લીધો કોળી સમાજના પટેલો અને અગ્રણીઓએ ખાસ જહેમત ઉઠાવી હતી. તા. 12 એપ્રીલ શુક્રવારના રોજ ધામધૂમથી શોભાયાત્રા નિકળશે.

રિલેટેડ ન્યૂઝ