વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ત્રણ વ્યાજખોરોએ કાર પડાવી લીધી

મોરબીમાં યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, પોલીસ ફરીયાદ નોંધાઇ

સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો વિરૂદ્ધ ઝુંબેશ ચલાવ્યા બાદ પણ હજુ વ્યાજખોરો સુધરતા નથી ત્યારે મોરબીમાં ફરી એક યુવક વ્યાજખોરો ના ચુંગાલમાં ફસાયો છે ત્યારે પઠાણી ઉઘરાણી થી કંટાળી અંતે ત્રણ વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે.
મળતી માહિતી અનુસાર મૂળ માણેકવાડા ગામના વતની હાલ મોરબીના આલાપ રોડ અંજલીપાર્ક સોસાયટીમાં રહેતા રવિરાજભાઈ જગદીશભાઈ દેત્રોજા ઉવ.22 એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ વ્યાજખોર આરોપી ભુપતભાઇ જારીયા રહે. મોરબી આનંદનગર, રાજેશભાઈ બોરીચા રહે. ગજડી ગામ તથા ભરતભાઈ કાનજીભાઈ ચાવડા રહે.મોરબી રવાપર ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે રવિરાજભાઈને પોતાના પ્યુમીકેશનના ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હોય જેથી અલગ અલગ સમયે આરોપી ભુપતભાઇ જારીયા, રાજેશભાઈ બોરીચા તથા આરોપી ભરતભાઈ ચાવડા પાસેથી ઉંચા વ્યાજે રૂ.12 લાખ લીધા હતા જે રૂપિયાનું રવિરાજભાઈ દર દસ દિવસે રૂ.1,10,000/-વ્યાજની ચુકવણી કરતા હોય ત્યારે વ્યાજે રૂપિયાના બદલામાં રવિરાજભાઈ પાસેથી અલગ અલગ બેન્કના સાઈન કરેલા કોરા ચેક તથા નોટરીનું લખાણ બળજબરી પુર્વક લખાવી લઇ વ્યાજની ઉઘરાણી કરતા હોય ત્યારે આરોપી ભરતભાઈ ચાવડાને મૂડીના રૂપિયા વ્યાજ સહીત પરત આપી દીધેલ હોવા છતાં રવિરાજભાઈની એમ.જી એકટર કાર રજી.નં.ૠઉં-36-છ-2222 વાળી બળજબરી પુર્વક પડાવી લઇ બેફામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય ત્યારે રવિરાજભાઈ દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી તેમજ રૂપિયા આપી દીધા હોવા છતાં વધુ રૂપિયાની લાલચે ઉઘરાણી સતત ચાલુ રાખતા ત્રણેય આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ