AIMA MAT 2.0 રજૂ કરે છે: મે 2024થી મેનેજમેન્ટ એસેસમેન્ટમાં ફેરફારો

ડીડી.એમ.એમ. 2024, રાજકોટ: ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) એ ભારતમાં મેનેજમેન્ટ માટેની સર્વોચ્ચ સંસ્થા છે. સંસ્થા ભારતમાં મેનેજમેન્ટ કૌશલ્યો અને ક્ષમતાઓને આગળ વધારવા માટે ઉદ્યોગ, સરકાર, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરે છે.
ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (MAT)નું આયોજન કરે છે, જે MBAઅને PGDM પ્રોગ્રામ્સની રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે જે સમગ્ર ભારતમાં 600 થી વધુ પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની તકો પૂરી પાડે છે.
AIMA મે 2024થી MAT 2.0 રજૂ કરી રહી છે. MAT 2.0 એ MAT નું વિકસિત સંસ્કરણ છે, તે વર્તમાન વ્યવસાય અને આર્થિક વલણો જેવા નવા વિભાગોને આવરી લે છે. MAT 2.0 એ એક નવા યુગની પ્રવેશ પરીક્ષા છે જે સમકાલીન ઉદ્યોગ પદ્ધતિઓ
અને વધતી જતી શૈક્ષણિક આવશ્યકતાઓને અનુરૂપ મેનેજમેન્ટ શિક્ષણ પર નવો પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે.
MAT 2.0 માં કરાયેલા ફેરફારોમાં પરીક્ષાનું માળખું, વિષય- વસ્તુ અને સમયગાળો પર ધ્યાન કેન્દ્રિત કરવા સહિતના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે. નોંધપાત્ર ફેરફારોમાં 120 મિનિટમાં 150 પ્રશ્નો સાથે સુવ્યવસ્થિત પરીક્ષા માળખું શામેલ છે, જે ઉમેદવારોને વધુ ધ્યાન કેન્દ્રિત
અને કાર્યક્ષમ પરીક્ષાનો અનુભવ આપે છે.
MAT પરીક્ષા પેપર આધારિત ટેસ્ટ (PBT), કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) અને ઈન્ટરનેટ આધારિત ટેસ્ટ (IBT)માં લેવામાં આવે છે. ખઅઝ ઉમેદવારોને તેમની પસંદગીઓ અનુસાર સૌથી યોગ્ય ટેસ્ટ મોડ પસંદ કરવા માટે સુવિધા આપે છે.

રિલેટેડ ન્યૂઝ