પ્રિપ્રેઈડ વીજ મીટરના વિવાદ વચ્ચે 1 હજારથી વધારેના રોકડ બીલ ન સ્વીકારવા કંપનીઓને આદેશ

જર્કના નવા નિયમનો વીજ કંપનીઓએ પણ વિરોધ કર્યો

ગુજરાતમાં પ્રિ-પેઇડ સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો હજુ સળગી રહ્યો છે અને લોકો સ્વયંભુ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યાં રૂા.1 હજારથી મોટી રકમના વીજ બીલ રોકડમાં સ્વીકારવાની ગુજરાત ઇલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશને મનાઇ ફરમાવતા વધુ એક વિવાદ ભડકે તેવી શકયતા છે. કમીશને રૂા.1 હજારથી મોટી રકમના વીજબીલ માત્ર ડિજીટલ કે ઓનલાઇન પ્લેટફોર્મથી જ સ્વીકારવા બહાર પાડેલા પરિપત્રોનો હાલ અમલ નહીં કરવા ગુજરાતની ચારેય વીજ કંપનીઓએ રજુઆત કરી હાલ નવા નિયમનો અમલ અટકાવ્યો છે. ગુજરાત ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશન દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ રૂૂા.1000 થી વધુના વીજબીલનુ પેમેન્ટ રોકડમાં નહીં કરી શકાય.માત્ર ડીજીટલ-ઓનલાઈન ધોરણે જ પેમેન્ટ કરવુ પડશે.અમદાવાદમાં ટોરન્ટ પાવર દ્વારા તો તેનાં તમામ વિજ ગ્રાહકોને આ પ્રકારની સુચના આપી દેવામાં આવી છે. જોકે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની ચારેય સરકારી વિજ વિતરણ કંપનીઓએ નિયમ લાગુ કરવા માટે
સમય માંગ્યો છે.સરકારી કંપનીઓના લાખો ગ્રાહકો ગ્રામ્ય કક્ષાનાં હોવાથી અમલ મોડો રાખવા સુચવ્યુ છે. ગુજરાત ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશનના આદેશને રાજય સરકારે ગત 6 ડીસેમ્બરે જ નોટીફાઈ કરી દીધો હતો તેમાં એમ કહેવાયું છે કે રૂૂા.1000 સુધીનું વિજબીલ ગ્રાહકો રોકડ, ચેક, ડ્રાફટ કે ઈ-પેમેન્ટ જેવા વિકલ્પથી ચુકવી શકશે.
પરંતુ રૂૂા.1000 થી વધુના બીલ માટે ઈ-પેમેન્ટ ફરજીયાત રહેશે. સરકારી વિજ કંપનીઓએ 10,000 થી વધુના વીજબીલ રોકડમાં સ્વીકારવાનું ત્રણ વર્ષ પૂર્વે જ બંધ કરી દીધુ હ્તું. મોટી રકમનાં વિજ બીલનું પેમેન્ટ ચેક, ડ્રાફટ,
આરટીજીએસ કે ઓનલાઈન ધોરણે જ સ્વીકારવામાં આવે છે. તેઓએ કહ્યું કે વિજ બીલની વસુલાત ડીજીટલ-ઓનલાઈન ધોરણે થાય તે માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા છેલ્લા ત્રણ વર્ષમાં અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે અનેક ડીજીટલ પ્લેટફોર્મ સાથે કરાર કરવામાં આવ્યા છે. ઈલેકટ્રીક બીલમાં કયુઆર કોડ આપવામાં આવી રહ્યા છે જે સ્કેન કરીને ગ્રાહકો બીલ પેમેન્ટ કરી શકે છે. ઉપરાંત ડીજીટલ મર્ચટ, એપ.વેબસાઈટ, જેવા પેમેન્ટ વિન્ડોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી જ છે. ગ્રામ્ય કક્ષાએ પણ ગ્રાહકોને ડીજીટલ પેમેન્ટની સુવિધા મળે તે માટે ઈ-ધરા ઓફીસમાં પણ બીલ સ્વીકારવાની સુવિધા છે. વીજ બીલ વસુલાતમાં ઓનલાઈન પેમેન્ટનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. 2021-22 માં 2.49 કરોડ ડીજીટલ ટ્રાન્ઝેકશન થયા હતા તે 2022-23 માં વધીને 2.95 કરોડ તથા 2023- 24 માં 3.45 કરોડે પહોંચ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ