ગુજરાત સ્ટેટ ફૂટબોલ ટીમનું સિલેક્શન

ફીફા દ્વારા ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન એકેડેમી માટે ગુજરાત સ્ટેટ ફુટબોલ ટીમનું સિલેક્શન તા.30 તથા 31મી મે, 2024ના રોજ વડોદરા ખાતે રાખવામાં આવેલ છે. આ સિલેક્શન ટ્રાયલ માટે રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ ટીમનું સિલેક્શન તા.25/5ના રોજ સાંજેના 5 કલાકે રેલ્વે લોકો કોલોની ખાતે રાખવામાં આવેલ છે. આ સિલેક્શનમાં ભાગ લેનાર ખેલાડીઓ 2010માં જન્મેલા ખેલાડીઓ જ ભાગ લઇ શકશે. ભાગ લેનાર ખેલાડીઓએ પોતાની સાથે જન્મ તારીખનો દાખલો તથા આધાર કાર્ડ અને ફોટો આઇ.ડી. ઓરીજનલ તથા ઝેરોક્ષ કોપી સાથે રાખવાના રહેશે. આ સિલેક્શન ટ્રાયલમાં સી.આર.એસ. રજીસ્ટર્ડ પ્લેયર જ ભાગ લઇ શકશે. આ સિલેક્શન માટે રેલ્વે લોકો કોલોની ગ્રાઉન્ડ ખાતે રોહિતભાઇ બુંદેલા (મો.94093 03494), અજય ભટ્ટ (રેલ્વે) (મો.98795 77994), મનદીપ બારડ (મો.98988 00095)), રાજેશ ચૌહાણ (મો.98795 97877) અને સાહીલ શેખ (મો.72288 77559)નો સંપર્ક કરવા એસોસિયેશનના ગુણવંતરાય ડેલાવાળા (પ્રમુખ)એ અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ