પશુપાલક આધ્યાત્મિક સમિતિ દ્વારા આયોજીત કથામાં શિવ વિવાહ અને શ્રી રામ જન્મોત્સવની ઉજવણી

ગુજરાતનું ગૌરવ એવી સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પશુપાલકોની પશુપાલક આધ્યાત્મિક સમિતિ દ્વારા શ્રી રામ જીવન દર્શન કથાનું સર્વોત્તમ ડેરીના સર ચિલિંગ સેન્ટર ખાતે ભાગવતાચાર્ય પૂજ્ય. હિતેષદાદા ભટ્ ( સથરાવાળા) ના વ્યાસાસ ને કથા ચાલી રહેલ છે. જેમાં આજની કથાનું મંગલાચરણ બાદ શિવ વિવાહ અને શ્રી રામ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.
જેમાં નેસવડ (તા.તળાજા) નાં માઈ મંડળ દ્વારા શિવ વિવાહ અને શ્રી રામ જન્મોત્સવમાં વેશભૂશાથી આકર્ષક રીતે ઉજવવામાં આવેલ હતો. શિવજીના અને માતા પાર્વતીજી ના કથા મંડપમાં લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં શિવજીની જાનમાં ભૂતોની ટોળી સાથે દેવગણ અને ઋષિમુનીઓ જોડાયા હતા. ખુબ જ ધામધૂમથી શિવજીના લગ્ન માંગલિક વિધિથી કરવામાં આવ્યા હતા.
શ્રી રામ જન્મોત્સવમાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાથે દશરથરાજા તથા ત્રણેય રાણીઓ, વિશ્વામિત્ર ઋષિ અને વિશષ્ઠ ઋષિ વેશભૂશામાં ખુબ જ આકર્ષક લાગતા હતાં. આ બંને પ્રસંગોમાં બહારગામથી પધારેલા જિલ્લાના પશુપાલકોએ તથા સર્વોત્તમ ડેરીના સ્ટાફગણે આ બંને કાર્યક્રમોમાં ખુબ આનંદ કર્યો.
શ્રી રામ જન્મોત્સવમાં આબેહુબ અયોધ્યામાં શ્રી રામનો જન્મ થઇ રહ્યો હોય તેવું વાતાવરણ કથામંડપમાં જોવા મળી રહયું હતું.
કથાનાં આજના ચતુર્થ દિવસે આશરે 4000 દૂધ ઉત્પાદકોએ કથાનું રસપાન કરેલ છે.
કથા મંડપમાં શ્રોતાઓની ખુબ જ સંખ્યા વધી જવાથી શ્રોતાજનોને નજીક નજીક બેસાડવાની ફરજ પડી હતી.
હાલમાં આવડો મોટો બનાવેલ ડોમ પણ નાનો પડવા લાગ્યો છે.સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટરશ્રી એચ.આર. જોષી અને સીજીએમ યોગેશકુમાર જોષી દ્વારા દૂધ ઉત્પાદકોને કોઈપણ જાતની અગવડના પડે તે માટે સતત દેખરેખ રાખી રહ્યા છે.
પશુપાલક આધ્યાત્મિક સમિતિ દ્વારા દૂધ ઉત્પાદકો, પશુપાલકોને કથાનું રસપાન કરવા પધારવા માટે હદયપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ