બે હજાર કરોડની જમીન કૌભાંડમાં વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ
એડીએમ અનસૂયા જહાંને કલેક્ટર તરીકેની જવાબદારી
સુરતના ડુમસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે ચડાવી બે હજાર કરોડનું જમીન કૌભાંડ આચરવા મામલે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટરની ફરજ દૃરમિયાન સરકારી જમીન વેચી મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડવા મામલે રાજ્ય સરકાર દ્વારા વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા છે.જાણવા મળતી માહિતી મુજબ લાંબા સમયથી આ જમીન કૌભાંડ મામલે ઝીણવટ ભરી તપાસ ચાલી રહી હતી. જો કે, તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આયુષ ઓક હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહૃાા હતા.વલસાડ જિલ્લાના કલેક્ટર આયુષ ઓકને સુરત ડુમસ રોડ ઉપર આવેલી જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે તેમની જગ્યાએ વલસાડના એડીએમ અનસૂયા જહાંને કલેક્ટર તરીકેની જવાબદૃારી સોંપવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જમીન કૌભાંડ અંગે કરેલી ફરિયાદૃ બાદૃ રાજ્ય સરકારે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે પણ વલસાડ જિલ્લા કલેક્ટર તરીકે આયુષ ઓકે સેવા આપી હતી. સાંજે અચાનક સસ્પેન્ડનો ઓડર કરતા ચર્ચાનો વિષય બન્યો છે.