કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૪-૨૫માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદૃી કરશે: કૃષિમંત્રી

ઘઉં માટે રૂા. ૪૦૫૦, ચણા માટે રૂા. ૭૦૫૦, રાયડા માટે રૂા. ૭૨૦૦ અને શેરડી માટે રૂા. ૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ભાવની ભરાત સરકારને ભલામણ કરાશે

રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળી કૃષિ ભાવ પંચની બેઠક

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ના રવિ પાકોની ખરીદૃી માટે ટેકાના ભાવની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં સહકાર રાજ્ય મંત્રી જગદૃીશ વિશ્ર્વકર્મા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહૃાા હતા.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીએ દૃેશના ખેડૂતોને સ્વનિર્ભર અને સમૃદ્ધ બનાવવા નવતર પહેલો કરી છે. ખેડૂતોને તેમની ખેતપેદૃાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક ઉન્નતી તરફ આગળ વધે તેવા નેક હેતુસર વડાપ્રધાનના માર્ગદૃર્શન હેઠળ ભારત સરકાર દ્વારા દૃર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને પાકોની ખરીદૃી કરવામાં આવે છે.
દૃર વર્ષે ખેડૂતો વાવેતર કરે તે અગાઉ જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો નિશ્ર્ચિંત થઈ યોગ્ય પાકોનું વાવેતર કરી શકે. ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ રવિ પાકો પૈકી ગુજરાતના ઘઉં, ચણા, રાયડા અને શેરડી પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે ટેકાના ભાવની દૃરખાસ્ત મંગાવવામાં આવી છે.ગુજરાતના ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદૃર્શન હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ના ટેકાના ભાવ નક્કી કરવા ઘઉં માટે રૂ. ૪૦૫૦ પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે રૂ. ૭૦૫૦ પ્રતિ ક્વિન્ટલ, રાયડા માટે રૂ. ૭૨૦૦ પ્રતિ ક્વિન્ટલ અને શેરડી માટે રૂ. ૬૦૦ પ્રતિ ક્વિન્ટલ ભાવની ભારત સરકારને ભલામણ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ