ચોમાસા – વાવણી પૂર્વે ખેડૂતોને ઠગવાનું કારસ્તાન !? ઉનાના મીનયાજ ગામે ડુપ્લીકેટ D.A.P ખાતર પધરાવી દેનાર 4 શખ્શો ઝડપાયા

ઉનાનાં નવાબંદર પોલીસે ખાતર બનાવનાર, પુરૂ પાડનારનો પર્દાફાશ કર્યો

ખેડૂતને ડુપ્લીકેટ ખાતર પધરાવવાનું પ્રકરણ પોલીસ સુધી પહોચ્યુંં

સોશ્યલ મીડિયા નાં માધ્યમ થી કોડીનાર પંથકમાં ડૂબલીકેટ ડી એ પી ખાતર પધરાવીને ખેડુતો સાથે છેતરપિંડી કરાતી હોવાનો વિડીયો વાયરલ થતાં આ અંગે કોડીનાર કિશાન એકતા સમીતી દ્વારા ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને ખાતર બાબતે તપાસ કરવા અરજી આપેલ હતી. જે અરજી બાબતે ખેતીવાડી અધિકારી ડી.એ.જાદવ એ તપાસ કરી નવાબંદર મરીન પો.સ્ટે. આ ડુપ્લીકેટ DAP ખાતર પુરૂ પાડનાર તડ ગામના પરેશભાઈ પુંજાભાઈ લાખણોત્રા તથા તપાસમાં ખુલે તે અન્ય સામે ધોરણસર નવાબંદર મરીન પો.સ્ટે. ખાતે ફરીયાદ નોંધાવી હતી પોલીસે 2024 ખાતર નિયંત્રણ હુકમ – 1985 ના ખંડ 19(એ). 19(સી) (5),8(2), તથા આવશ્યક ચીજવસ્તુ ધારી – 1955 નીકલમ 7 તથાઆઇ.પી.સી.કલમ-420, 465. 468. 471, 114 મુજબ તા. 8/ 6/2024 ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક એચ.એફ ચૌધરી એ પોલીસ ઇન્સ બાર.એન.જાડેજાને જાણ કરતા આ ડુપ્લીકેટ ખાતર સબંધે કડકમાં કડક કાર્યવાહી કરી ગુનાના મૂળ સુધી પહોંચી સંડોવાયેલ તમામ શખ્શો ને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ એક ટીમની રચના કરી જીણવટ ભરી તપાસ કરતાં આ ડી એ પી ડુપ્લીકેટ ખાતર નું પગેરું ઉના નાં તડ ગામ સુધી પહોંચતા ડુપ્લીકેટ ખાતર નો પર્દાફાશ થયો હતો આ ગુન્હા માં સંડોવાયેલા ચાર શખ્શો ને જડપી લીધાં હતાં અને પુછપરછ દરમિયાન અનેક રહસ્ય બહાર આવ્યા હતાં
ડુપ્લીકેટ ખાતર કૌભાંડમાં પરેશભાઇ પુંજાભાઇ લાખણોત્રા રહે. તડ વાળાને પુછ પરછ કરતા પોતે સુંદર ડુપ્લીકેટ ઉઅઙ ખાતર જુનાગઢના મુળરાજ ઊર્ફે મુળુભાઇ નારણભાઇ ચાવડા રહે.જુનાગઢ વાળા મારફત કોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણા પાસેથી ડુપ્લીકેટ ઉઅઙ ખાતર લીધેલની કબુલાત આપતા આ ડુપ્લીકેટ ઉઅઙ ખાતર આપવામાં આવેલ હતું તે મુળરાજ ઉર્ફે મુળુભાઈ નારણભાઈ ચાવડા કમીશન એજન્ટ તરીકે કામ કરતો હોય તેની અટક કરીને તાત્કાલીક કોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણાના જવાબદાર ભાર્ગવભાઇ કૃષ્ણકાંત રામાનુજ રહે. ચાંદખેડા અમદાવાદ કે જેઓ આ કંપનીમાં મુખ્ય વ્યકિત તરીકે કામ કરતા હોય તથા નંદકિશોર ઉર્ફે નંદુભાઈ બાબુલાલ લોહાર રહે. ચાંદખેડા અમદાવાદ કે જેઓ કંપનીના ડાઇરેકટર હોય આ બંને ની પણ ડુપ્લીકેટ ખાતર નાં ગુન્હાના પુછપરછ કરતા પોતે આ ડુપ્લીકેટ ખાતર નાં ગુન્હામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે બંને આરોપીઓને અટક કરી ચારેય શખ્શો ને નવાબંદર મરીન પોલીસ સ્ટેશન લાવી ખાતર અંગે માહિતી મેળવતાં પરેશભાઈ પુંજાભાઈ લાખણીત્રા રહે. તડ વાળાએ વગર લાઇન્સન એ પોતાની તડ ખાતે આવેલ કિશાન એગ્રોમાં મુળરાજ ઉર્ફે મુળુભાઇ નારણભાઈ ચાવડા મારફત ડુપ્લીકેટ DAP ખાતર ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણા ખાતેથી મંગાવી કોડીનારના મીતિયાજ ગામના ખેડુતોને વેચેલ હોવાનું બહાર આવ્યું હતું કોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણા કે જેઓ પાસે ફર્ટીલાઇઝર મેન્યુફેક્ચરીંગનુ લાઇસન્સ હોય અને તેમા NPK બાચોપોટાસ પ્રોમ, વિગેરે પ્રોડકટ બનાવવાનું લાઈસન્સ હોય અને તેમ છતા તેઓએ ડુપ્લીકેટ ઉઅઙ ખાતર બનાવી ડુપ્લીકેટ DAP ખાતરની થેલીઓ બનાવી થેલીઓમાં પેક કરી ખાતર વેચી છેતરપિંડી કરતાં હોવાનું તપાસ દરમ્યાન બહાર આવતા કંપની પોતાની પ્રોડેકટNPK નું સેમ્પલ બાબરા તથા માંગરોળ ખાતેથી લેવામા આવતા તે સેમ્પલ ફેઈલ થઈ જતા સુંદર કંપનીને ખેતીવાડી નિયામક મહેસાણા દ્વારા ફેબ્રુઆરી – 2024 ના રોજ તેમનુ લાઇસન્સ સસ્પેન્ડ કરી પ્રોડેકસન સ્ટોપ કરવામાં આવેલ હોવાની વિગતો પોલીસ સમક્ષ ખુલી હતી પકડાયેલા તમામ આરોપીઓએ ડુપ્લીકેટ ઉઅઙ ખાતર બનાવી ખેડુતોને વેચી ઠગાઇ કરેલ હોય ધોરણસર અટક કરી દિન – 10 ના રીમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓ ના દિન – 05 ના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે
ડી એ પી ડુપ્લીકેટ ખાતર કૌભાંડમાં પરેશભાઇ પુંજાભાઇ લાખણોત્રા – કોડીનાર તાલુકાના મીતિયાજ ગામના ખેડુતોને ડ્રલ્પીકેટ ઉઅઙખાતર કિશાન એગ્રો ટ્રેડર્સ સંચાલક કંપની કમીશન એજન્ટ તરીકે વેચાણ કરતો તેમજ કંપની નાં એજન્ટ તરીકે મુળરાજ ઉર્ફે મુનુભાઈ નારણભાઈ ચાવડા રહે. જુનાગઢ કામ કરતો હતો જ્યારે ભાર્ગવભાઇ કૃષ્ણકાંત રામાનુજ રહે. ચાંદખેડા અમદાવાદ- કોપ્સ ફર્ટીલાઇઝર કંપનીના મુખ્ય સંચાલક નંદકિશોર ઉર્ફે નંદુભાઈ બાબુલાલ લોહાર રહે. ચાંદખેડા અમદાવાદ- કીપ્સ ફર્ટીલાઇઝર કંપનીના ડાયરેક્ટર હોય પોલીસે ચારેય ને જડપી લીધાં હતાં જયારે અંકુર વધાસીયા રહે. અમદાવાદ ફરાર હોય તેની શોધખોળ શરૂ કરતાં આ ડુપ્લીકેટ ખાતર નાં કૌભાંડમાં હજુ પણ વધું શખ્શો નાં નામ બહાર આવશે તેવું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે
ઉઅઙ ખાતરની તંગીના સમયે ખાતરની તંગીનો લાભ લઇ ઉઅઙ ખાતરની સાથે પોતાની પ્રોડકટસના ખાતર પણ વેચાય તે હેતુથી ડુપ્લીકેટ ઉઅઙ ખાતર બનાવી બીજા ખાતરની સાથે આ ડુપ્લીકેટ ઉઅઙ ખાતર ખેડુતોને વેચતા અને એમ.ઓ ધરાવતા હોવાનું જણાવી ડુપ્લીકેટ ખાતર નું પકડાયેલા આરોપી કૌભાંડ કરતાં હોવાનાં કારણે ખેડૂતો નાં કૃષિ પાકો નિષ્ફળ જતાં હોવાથી મહેનત કરવા છતાં ઉત્પાદન લઈ શકતા ન હતાં અને માથે હાથ દઇને રોતાં હોય છે ચોમાસા પહેલાં પોલીસે ડુપ્લીકેટ ખાતર નું કૌભાંડ બહાર લાવતાં ખેડૂતો પણ ચોંકી ઉઠ્યા છે.

રિલેટેડ ન્યૂઝ