સ્કુલવાન ચાલકોની હડતાલ પાછી ખેંચાઈ આરટીઓને કાર્યવાહી ન કરવા સરકારની સૂચના

નવી માર્ગદશિર્ર્કા જાહેર ન થાય ત્યાં સુધી સ્કુલવાન ચલાવવા મંજુરી

રાજકોટ સહિત રાજ્યભરમાં ફાયર એનઓસી અને ટેકસી પાર્સિંગ સહિતના પ્રશ્ર્ને સ્કૂલવર્ધીમાં ચાલતા વાહન ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી અને નિયમની અમલવાહી માટે સમય આપવાની માંગ કરી હતી આજે હડતાલ પાછી ખેંચવાની જાહેરાત કરતા તમામ સ્કૂલવર્ધીના વાહનો ચાલુ થયા હતા. પાંચ દિવસ બાદ સ્કૂલવર્ધીના વાહનો શરૂ થયા છે. આ અંગે રાજકોટ સ્કુલવાન ચાલક એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે ફાયર એનઓસી, ટેકસી પાર્સિંગ, પાટીયા બાબતે, બાળકોને બેસાડવાના મુદ્દે વિવિધ નિયમો બનાવી આરટીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા. તે બાબતે અનેક વખત કહેવામાં આવ્યુ કે તમામ નિયમોનું પાલન કરવા તૈયાર છીએ છતા પણ સાંભળવામાં આપતા હતા નહીં એન આરટીઓ દ્વારા કાર્યવાહી કરતા રાજકોટના ત્રણ હજાર ચાલકો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. છેલ્લા પાંચ દિવસથી શહેરમાં વાન ચાલકો દ્વારા હડતાલ શરૂ હતા. જે આજે પૂર્ણ કરી છે.
વધુમાં જણાવ્યુ હતુ કે સરકાર અને સાંસદ રૂપાલાને સમય આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સમય આપવા માટે તૈયાર થઇ ગઇ છે અને નવિ માર્ગદર્શીકા તૈયાર ન થાય ત્યાં સુધી વાન ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા સ્કૂલવર્ધીના વાહન ચાલકો પર કાર્યવાહી નહીં કરવા પણ
સુચના આપવામાં આવી છે. જેથી આજથી હડતાલ પૂર્ણ કરી અને સ્કૂલવાન ચાલકોએ વાન શરૂ કરી હતી.વધુમાં બહાદુરસિંહ ગોહિલે કહયું હતું કે સ્કૂલવર્ધીમાં ચાલતા વાહન ચાલકો તેમજ અન્ય માટે સરકાર દ્વારા નવી માર્ગદર્શીકા તૈયાર કરવા માટે કમિટીની રચના કરવામં આવી છે. આ કમિટી દ્વારા અઠવાડિયામાં જ નવી માર્ગદર્શીકા તૈયાર કરી જાહેર કરવામાં આવશે અને નવી ગાઇડલાઇન મુજબ સ્કૂલવર્ધીમાં ચાલતા વાહન ચાલકોએ તેને અનુસરવાનું રહેશે અને તેના માટે પણ સમયમર્યાદા આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે સ્કુલવાન ચાલકોની હડતાલથી વાલીઓની
મુશ્કેલી વધી ગઇ હતી અને શાળા સમયમાં અંધાધૂધીનો માહોલ જોવા મળ્યો હતો. હડતાલ સમેટાતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ રાહત અનુભવી છે.

રિલેટેડ ન્યૂઝ